Sunday, October 24, 2021
Homeનેપાળમાં હેલિકોપ્ટર ક્રેશ, પ્રવાસન મંત્રી રવિન્દ્ર અધિકારી સહિત 6 લોકોના મોત
Array

નેપાળમાં હેલિકોપ્ટર ક્રેશ, પ્રવાસન મંત્રી રવિન્દ્ર અધિકારી સહિત 6 લોકોના મોત

નવી દિલ્હી: નેપાળમાં એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં દેશના પ્રવાસન મંત્રી રવિન્દ્ર અધિકારી સહિત કુલ છ લોકોના કરુણ મોત થયા છે. નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર ખરાબ વાતાવરણને લીધે દુર્ધટના સ્થળે હજુ સુધી પહોંચી શકાયુ નથી. બચાવ ટીમ દુર્ધટનાગ્રસ્ત હેલિકોપ્ટરનો ભંગાર શોધી રહી છે. નેપાળના ગૃહ સચિવના જણાવ્યા અનુસાર દુર્ધટના ટેરાથમ જીલ્લામાં બની છે.

નેપાળ પોલીસે વધુમાં જણાવ્યું કે બચાવ ટુકડીઓ કામે લાગેલી છે. દુર્ધટના સ્થળ કાઠમંડુથી 400 કિમીના અંતરે છે. દુર્ધટનાનો ભોગ બનેલું હેલિકોપ્ટર એર ડાયન્સિટીનું છે. હેલિકોપ્ટરમાં કુલ 6 લોકો સવાર હતા જે તમામ મોતને ભેટ્યા છે, એમ સમાચાર એજન્સી ANIને ટાંકીને જણાવાયુ છે. નેપાલ પોલીસના પ્રવક્તા ઉત્તમરાજ સુબેદીએ જણાવ્યુ કે હેલિકોપ્ટરે ઉડાણભર્યુ તેના થોડા સમયમાં જ કાઠમંડુ સ્થિત એરપોર્ટ ટાવરનો સંપર્ક ટૂટી ગયો હતો.

હેલિકોપ્ટરમાં પ્રવાસ કરી રહેલા પ્રવાસન મંત્રી રબિન્દ્ર અધિકારીના સાથે પાયલટ કેપ્ટન પ્રભાકર કેસી, પર્યટન બિઝનેશ સાથે જોડાયેલા એન છિરિંગ શેરપા, સુરક્ષાકર્મી અર્જુન ઘિમરે, પ્રધાનમંત્રીન વિશ્વાસુ યુવરાજ દહલ, બિરેન્દ્ર શ્રેષ્ઠ અને અન્ય એક વ્યક્તિનો સમાવેશ થાય છે

નેપાળી મિડિયાન અનુસાર પ્રવાસન મંત્રી હવાઇ પ્રવાસ કરીને પાથીભરા મંદિર જવાના હતા અને ત્યારબાદ ત્યાંથી પંચથાર મંદિર જવાના હતા. મંદિર પાસે ચુહાન દંડામાં બની રહેલા નિર્માણાધીન એરપોર્ટની મુલાકાત પણ લેવાના હતા. દુર્ધટનાના પગલે નેપાળના વડાપ્રધાને ઇમરજન્સી બેઠક બોલાવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments