Tuesday, December 7, 2021
Homeનેવીમાં કોન્ટ્રાક્ટ મળ્યાની વાતો કરી રૂ.47.79 લાખની છેતરપિંડી
Array

નેવીમાં કોન્ટ્રાક્ટ મળ્યાની વાતો કરી રૂ.47.79 લાખની છેતરપિંડી

રાજકોટ: ગઠિયાઓ અવનવા કરતબો કરી છેતરપિંડી આચરતા હોય છે. છ શખ્સે રાજકોટમાં બોગસ પેઢી ઊભી કરી નેવીમાં કોન્ટ્રાક્ટ મળ્યાની વાતો કરી રૂ.11 લાખના માસિક ભાડે રૂ.47,79,791ના ફોલ્ડ (એલ્યુમિનિયમના ઘોડા) મેળવી ભાડું નહીં ચૂકવી તેમજ ફોલ્ડ સગેવગે કરી છેતરપિંડી આચરી હતી.

મુંબઇના મીરા રોડ પર રહેતા અભયકુમારસિંહ ઓમપ્રકાશસિંહે ક્રાઇમ બ્રાંચમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જામનગરના અભિજિતસિંહ જાડેજા, રાજકોટના પંકજ પટેલ, આશિષ ડઢાણિયા, ગોંડલના નિલેશ ચના ચૌહાણ, જામનગરના રાજુ તથા સંદીપ રાઠોડના નામ આપ્યા હતા. મુંબઇના અભયકુમારસિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે જે કંપનીમાં ફરજ બજાવે છે તે કંપનીનો આરોપીએ સંપર્ક કર્યો હતો.

આરોપીઓએ મહિને રૂ.11 લાખ ભાડું આપવાની વાત કરતા કંપની તરફથી રૂ.47,79,791ની કિંમતના ફોલ્ડ રાજકોટ ખાતે મોકલી દીધા હતા. ફોલ્ડ મળ્યા બાદ આરોપીઓએ અગાઉથી ઘડેલા કાવતરા મુજબ કંપનીને ત્રણ મહિનાનું રૂ.31 લાખ ભાડું ચૂકવ્યું નહોતું. ભાડું નહીં મળતાં મુંબઇથી કંપનીના કર્મચારીઓ રાજકોટ દોડી આવ્યા હતા અને કાલાવડ રોડ પરની ઓફિસે તપાસ કરતાં ત્યાં તાળાં ઝૂલતા હતા, તેમજ વાલસુરામાં કોઇ કોન્ટ્રાક્ટ નહીં મળ્યાનું પણ ખુલ્યું હતું. ચીટર ગેંગે છેતરપિંડી આચર્યાનું સ્પષ્ટ થતાં ગુનો નોંધાયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments