Friday, December 3, 2021
Homeનેશનલ હાઈવે બંધ, એન્જિનિયરિંગની એક્ઝામના 179 વિદ્યાર્થીઓને વાયુસેનાના વિમાનમાં શ્રીનગરથી લવાયા
Array

નેશનલ હાઈવે બંધ, એન્જિનિયરિંગની એક્ઝામના 179 વિદ્યાર્થીઓને વાયુસેનાના વિમાનમાં શ્રીનગરથી લવાયા

શ્રીનગર: બરફવર્ષા અને વરસાદના કારણે જમ્મૂ-શ્રીનગર હાઈવે ચાર દિવસથી બંધ છે. નિયમીત ઉડાન પણ રદ કરવામાં આવી છે. આ સંજોગોમાં શુક્રવારે ગ્રેજ્યૂએટ એપ્ટીટ્યૂડ ટેસ્ટ એક્ઝામ (ગેટ)ના બીજા તબક્કામાં સામેલ થનારા શ્રીનગરના 179 વિદ્યાર્થીઓને ખાસ વિમાનથી જમ્મૂથી દિલ્હી લાવવામાં આવ્યા છે. જ્યારે સાઉદી અરબથી ઉમરા કરીને પરત આવેલા 180 યાત્રીઓને શ્રીનગર પહોંચાડવામાં આવ્યા છે.

રાજ્યપાલે વાતને ઘ્યાનમાં લીધી

ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે રાજ્યપાલ સત્યપાલ મલિકે વાતને ધ્યાનમાં લઈને શ્રીનગર અને દિલ્હીમાં ફસાયેલા આવા લોકોને વૈકલ્પિક સુવિધા કરી આપવાનો આદેશ આપ્યો છે. આ વિશે રાજ્ય સરકારે કેન્દ્રીય રક્ષા મંત્રાલય પાસે પણ મદદ માગી છે.

વાયુસેનાએ મોકલ્યું વિમાન
  • રાજ્ય સરકારના અનુરોધ પછી વિદ્યાર્થીઓને એરલિફ્ટ કરવા માટે વાયુસેનાનું ખાસ વિમાન શ્રીનગરથી જમ્મૂ લાવવામાં આવ્યું. 180 યાત્રીઓને એર ઈન્ડિયાના વિમાનથી દિલ્હીથી પણ મોકલવામાં આવ્યા.
  • મીડિયા રિપોર્ટ પ્રમાણે અધિકારીઓએ જણાવ્યું છે કે, અન્ય વિદ્યાર્થીઓને બીજા તબક્કામાં લાવવાના હતા પરંતુ વાતાવરણ વધારે ખરાબ હોવાથી વિમાનને શ્રીનગરમાં ઉતારવાની મંજૂરી જ ન મળી શકી. હવે તે વિદ્યાર્થીઓને આજે એરલિફ્ટ કરાશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments