‘નોકિયા ફોન્સ ફેન ફેસ્ટિવલ’ હેઠળ ફોનની કિંમતમાં ₹ 6000 સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે

0
50

ગેજેટ ડેસ્ક. સ્માર્ટફોન કંપની એચએમડી ગ્લોબલ ‘નોકિયા’એ ‘ફોન્સ ફેન ફેસ્ટિવલ’ સેલ શરૂ કર્યો છે. જેમાં Nokia 8.1, Nokia 7.1, Nokia 6.1 Plus અને Nokia 8 Sirocco સ્માર્ટફોનમાંરૂપિયા 6,000 સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સેલ 24 મે, શુક્રવાર સુધી ચાલુ રહેશે. કંપનીએ તાજેતરમાં નોકિયા 6.1 પ્લસ અને નોકિયા 5.1 પ્લસ પર કામચલાઉ ભાવ ઓછો કરવાની જાહેરાત કરી હતી.

નોકિયા 8.1નાં 6GB રેમ વેરિઅન્ટમાં રૂ. 4,000નું ફ્લેટ ડિસ્કાઉન્ટ

નોકિયા ઇન્ડિયાની વેબસાઇટ પર નોકિયા ફોન્સ ફેન ફેસ્ટિવલ પેજ ઉપર આપેલી જાણકારી મુજબ નોકિયા 8.1નો 4GB રેમ વેરિયન્ટ્સ 6,000 રૂપિયાનાં ફ્લેટ ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે. આ માટે ફોન ખરીદના ઈચ્છતા કસ્ટમર્સે પ્રોમોકોડ FAN6000નો ઉપયોગ કરવાનો રહેશે. સાથે 4,000 રૂપિયાના ફ્લેટ ડિસ્કાઉન્ટ સાથે નોકિયા 8.1નો 6GB રેમ વેરિયન્ટ્સ ખરીદી શકાશે. તેના માટે પ્રોમોકોડ FAN4000 નો ઉપયોગ કરવાનો રહેશે.

નોકિયા 7.1 પર રૂ. 1,000નું ફ્લેટ ડિસ્કાઉન્ટ

નોંધનીય બાબત એ છે કે, નોકિયા 8.1 ભારતમાં ડિસેમ્બર 2018માં 4GB+ 64GB વેરિઅન્ટ રૂપિયા 26,999માં અને 6GB+128GB વેરિઅન્ટ રૂપિયા 29,999ની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત Nokia 7.1, Nokia 6.1 Plus અને Nokia 8 Sirocco પર રૂ. 1,000નું ફ્લેટ ડિસ્કાઉન્ટ પણ નોકિયા ફોન્સ ફેન ફેસ્ટિવલમાં ઓફર કરવામાં આવી રહ્યું છે.

નોકિયા 6.1 પ્લસ 4GB

આ મહિનાની શરૂઆતમાં એચએમડી ગ્લોબલે નોકિયા ફોન્સ ફેન ફેસ્ટિવલની શરૂઆત કરી હતી. આ સેલની છેલ્લી તારીખ 13મે હતી. એચએમડી ગ્લોબલ દ્વારા તાજેતરમાં જ નોકિયા 6.1 પ્લસનાં 4GB વેરિઅન્ટ અને નોકિયા 5.1 પ્લસનાં 3GB વેરિઅન્ટ પર લિમીટેડ પીરિયડ માટે કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ બંને વેરિયન્ટ્સ પર 1,750 રૂપિયાનું પ્રમોશનલ ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here