Wednesday, December 8, 2021
Homeનોટબંધી અંગેના 87,000 કેસોની ૩૦ જૂન સુધીમાં સુનાવણી સમાપ્ત કરવાનો આદેશ
Array

નોટબંધી અંગેના 87,000 કેસોની ૩૦ જૂન સુધીમાં સુનાવણી સમાપ્ત કરવાનો આદેશ

આવકવેરા વિભાગે નોટબંધી પછી શંકાસ્પદ રીતે મોટી રકમ જમા કરાવવાના ૮૭૦૦૦ કેસોની અંતિમ સમીક્ષા શરૃ કરી છે. સીબીડીટીએ આવા કેસોની સુનાવણી ૩૦ જૂન સુધી સમાપ્ત કરવાનો આદેશ આપ્યો છે.

આ સંદર્ભમાં પાંચ માર્ચના રોજ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર(એસઓપી) ઇશ્યુ કરવામાં આવી છે. સીબીડીટીએ જણાવ્યું છે કે કલમ ૧૪૨(૧) હેઠળ ૩ લાખ કેસોમાં નોટિસ મોકલવામાં આવી હતી. જેમાંથી ૮૭,૦૦૦ લોકોએ આકારણી વર્ષ માટેનું આવકવેરા રિટર્ન ફાઇલ કર્યુ ન હતું.

ેસીબીડીટીએ એસેસિંગ ઓફિસર(એઓ)ને ખાતરી આપી છે કે તે ૮૭૦૦૦ લોકોના સરનામા, બેંક ખાતાઓ અને વ્યવહારો સહિતની વિગતો પૂરી પાડશે.

ઉલ્લેખનીય છે કે ૮ નવેમ્બર, ૨૦૧૬ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૦૦૦ અને ૫૦૦ રૃપિયાની નોટ રદ કરવાની જાહેર કરી હતી. આ માટે લોકોને આ રદ થયેલી નોટો જમા કરાવવા માટે ૩૧ ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments