નોયડાઃ સેકટર 12માં મેટ્રો હોસ્પિટલમાં આગ, કાચના શીશા તોડીને દર્દીઓને બહાર કઢાયા

0
10

નોયડા: દિલ્હીથી સંકળાયેલા નોયડાના સેકટર 12મા આવેલી મેટ્રો હોસ્પિટલમાં ગુરૂવારે બપોરે આગ લાગી હતી. કેટલાક દર્દીઓને હોસ્પિટલના કાચ તોડીને બહાર નિકાળવામાં આવ્યા હતા. બધા દર્દીઓને સુરક્ષિત જગ્યાએ ખસેડાવામાં આવ્યા છે. આગ હોસ્પિટલના ત્રીજા માળે લાગી હતી. હજુ સુધી આગનું કારણ જાણી શકાયુ નથી. સેકટર-11મા આવેલી મેટ્રો હાસ્પિટલની બીજી બિલ્ડિંગમાં બચાવાયેલા દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા.

ફાયરબ્રિગેડનાં અધિકારીઓએ જણાવ્યું કે 50ફાયરકર્મીઓએ આગ પર કાબૂ મેળવી લીધો છે. હોસ્પિટલનાં ચેરમેન પુરુષોત્તમ લાલે મીડિયાને જણાવ્યું કે તમામ દર્દીઓ સુરક્ષિત છે. આ આગ લાગવાની પાછળ ષડયંત્ર હોવાની શક્યતાઓ છે, જેની તપાસ કરવામાં આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here