Thursday, February 22, 2024
Homeઅમદાવાદન્યુઝીલેન્ડના દરિયામાં બે ગુજરાતી યુવકો ડૂબ્યા

ન્યુઝીલેન્ડના દરિયામાં બે ગુજરાતી યુવકો ડૂબ્યા

- Advertisement -

ઓકલેન્ડના પીહા બીચ પર બે ગુજરાતી યુવકોના ડૂબી જવાથી મૃત્યુ થયા છે. આ બંને યુવકોને તરતા નહીં આવડતું હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું. ભારતીય હાઈ કમિશનના સેકન્ડ સેક્રેટરી દુર્ગાદાસે ઓકલેન્ડના સ્થાનિક મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે આ બંને યુવકોના નામ સૌરિન નયનકુમાર પટેલ અને અંશુ હતા જેઓ બંને અમદાવાદની વતની હતા. ઈલેકટ્રીકલ એન્જિનિયર નયન પટેલ ઓગસ્ટ મહિનામાં જ ન્યુઝીલેન્ડ આવ્યા હતા જ્યારે નવેમ્બરમાં આવેલા અંશુ શાહ ગેસ સ્ટેશન પર કેશિયર તરીકે નોકરી કરતાં હતા. આ બંને યુવકો રૂમમેટ હતા અને બંને પાસે ન્યુઝીલેન્ડના વર્ક વિઝા હતા.

ઓકલેન્ડના પીહા બીચ પર પહોંચેલા બંને યુવકોએ દરિયામાં ઝંપલાવ્યું હતું જ્યાં તેમના મોત થયા હતા. યુનાઈટેડ નોર્થ પીહા સર્ફ લાઈફસેવીંગ કલબના પ્રેસિડેન્ટ રોબર્ટ ફર્ગ્યુસને આ ઘટના કેવી રીતે બની અને બચાવવા માટે શું કરાયું તેની તલસ્પર્શી માહિત આપી હતી. રોબર્ટે ફર્ગ્યુસને તેમના સાથી લાઈફગાર્ડ અને સ્થાનિક લોકોની સરાહના કરી હતી કે કેવી રીતે આ બંને યુવકોને બચાવવા માટે પ્રયાસ કરાયો હતો. જો કે બંને યુવકોએ પીહા બીચ પર પહોચ્યાના 30 મિનિટમાં જ જીવન ખોઈ દીધું હતું.

આ ઘટનાથી તમામ લોકો હતપ્રભ છે, કારણ કે બચાવવાના અનેક પ્રયાસ બાદ પણ આ કરુણાંતિક ઘટી છે. અમે બંને યુવકોને ઓકલેન્ડના પશ્ચિમ કાંઠાના દરિયાથી બહાર કાઢવામાં સફળ રહ્યા હતા પરંતુ આ બંને યુવકો ત્યાં સુધી બેભાન અવસ્થામાં પહોંચી ગયા હતા. તેમને ફરી ભાનમાં લાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા હતા. આ ઘટના બાદ અમારા બચાવ દળની ટીમમાંથી કોઈ રાત્રે સુઈ શક્યું નહોતું. અમે દર વર્ષે સેંકડો લોકોને ડૂબવાથી બચાવીએ છીએ અને ખતરનાક જગ્યાઓથી તરવાથી અજાણ્યા લોકોને અટકાવીએ પણ છીએ. પરંતુ આ પ્રકારે બે યુવકોના મોત અમારા માટે ઘણા દુખદાયી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular