Wednesday, December 8, 2021
Homeન્યુઝીલેન્ડમાં 10 વર્ષ બાદ ભારતે મેચ જીતી, કિવિઝને 8 વિકેટે હરાવી સિરીઝમાં...
Array

ન્યુઝીલેન્ડમાં 10 વર્ષ બાદ ભારતે મેચ જીતી, કિવિઝને 8 વિકેટે હરાવી સિરીઝમાં 1-0ની લીડ મેળવી

સ્પોર્ટસ ડેસ્કઃ ભારતે ન્યુઝીલેન્ડને પ્રથમ વનડેમાં 8 વિકેટથી હરાવ્યું હતું. 156 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતે 34.5 ઓવરમાં બે વિકેટ ગુમાવી, શિખર ધવનના 65 રનના સહાયથી મેચ જીતી હતી.આ સાથે ભારતે ત્રણ મેચની સિરીઝમાં 1-0 ની લીડ મેળવી છે. ધવને 9 ઇંનિંગ્સ બાદ અર્ધસદી ફટકારી ફોર્મમાં પરત ફરવાના સંકેત આપ્યા છે. તેણે 69 બોલમાં 51 રન કરી પોતાની 26મી અર્ધસદી કરી હતી. ભારત માટે રોહિત શર્મા અને શિખર ધવને 41 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. રોહિતના આઉટ થયા બાદ વિરાટ કોહલીએ ધવન સાથે સ્કોરબોર્ડ ફરતું રાખતા 91 રન ઉમેર્યા હતા. કોહલી 45 રનના સ્કોરે ફર્ગ્યુસનની બોલિંગમાં વિકેટ પાછળ લેથમને કેચ આપી બેઠો હતો. રોહિત ડગ બ્રેસવેલની બોલિંગમાં સ્લીપમાં કેચ આપી બેઠો હતો. તે 24 બોલમાં 11 રન કરી આઉટ થયો હતો. સૂર્યના લીધે મેચ રોકવામાં આવી હતી, તે બાદ 49 ઓવરમાં ભારતને 156 રન ટાર્ગેટ મળ્યો હતો.

પહેલી વિકેટ: શરીરથી દૂરના બોલને પુશ કરવા જતા રોહિત બ્રેસવેલની બોલિંગમાં સ્લીપમાં માર્ટિન ગુપ્ટિલને કેચ આપી બેઠો હતો. તેણે 24 બોલમાં 11 રન કર્યા હતા.

બીજી વિકેટ:  ફર્ગ્યુસનના બોલમાં પુલ શોટ મારવા જતા કોહલી કીપર લેથમને કેચ આપી બેઠો હતો. બોલ કોહલીએ ધાર્યા કરતા ઝડપથી આવ્યો હતો અને કોહલીને રૂમ પણ મળ્યું ન હતું। તેણે 59 બોલમાં 45 રન કર્યા હતા.

પ્રથમ દાવમાં ન્યુઝીલેન્ડ 157માં ઓલઆઉટ
ન્યુઝીલેન્ડ 157માં ઓલઆઉટ થયું હતું. ભારત માટે કુલદિપ યાદવે 4, મોહમ્મદ શમીએ 3, યૂઝવેન્દ્ર ચહલે 2 અને કેદાર જાધવે 1 વિકેટ લીધી હતી. કિવિઝ તરફથી કેપ્ટ્ન કેન વિલિયમ્સને 36મી અર્ધ સદી ફટકારતા 64 રન કર્યા હતા. તે બાદ રોસ ટેલરે સૌથી વધુ 24 રન કર્યા હતા, જે કિવિઝે ફ્લેટ ટ્રેક પર કેટલો સંઘર્ષ કર્યો તેનું ઉદાહરણ છે. દિવસની શરૂઆતમાં ગુપ્ટિલને આઉટ કરી શમી ભારત માટે સૌથી ઝડપી 100 વિકેટ લેનાર બોલર બન્યો હતો. શમીએ 56મી મેચમાં 100 વિકેટ ઝડપી ઈરફાન પઠાણનો 59 મેચનો રેકોર્ડ તોડ્યો હતો. યાદવે કિવિઝની અંતિમ ચાર વિકેટ લેતા શમીએ શરૂઆતમાં મચાવેલા આંતકનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો.

ક્રિકેટ ઇતિહાસમાં બની જૂજ ઘટના, સૂર્યપ્રકાશના લીધે મેચ રોકાઈ

જનરલી ક્રિકેટ ગ્રાઉન્ડમાં પીચ નોર્થ-સાઉથને ફેસ કરતી હોય છે, પરંતુ મેક્લીન પાર્ક, નેપિયર ખાતે પીચ ઇસ્ટ-વેસ્ટને ફેસ કરે છે. આમ બેટ્સમેનની આંખ પર સીધો સૂર્ય આવતો હોવાથી મેચ રોકવામાં આવી છે.

14 વર્ષના કરિયરમાં પ્રથમ વખત આવી ઘટના બનતા જોઈ છે

“સૂર્ય સીધો બેટ્સમેનની આંખ પર આવી રહ્યો છે. તેથી પ્લેયર્સની સેફટીને ધ્યાનમાં રાખતા અમે જ્યારે સુધી પરિસ્થિતિ સુધરે નહીં ત્યાર સુધી મેચ રોકી છે. મેં મારા 14 વર્ષના કરિયરમાં પ્રથમ વખત ક્રિકેટ ફિલ્ડ પર આવી ઘટના બનતા જોઈ છે. અમારી પાસે 30 મિનિટનો એક્સ્ટ્રા ટાઈમ છે. તેથી અમને આશા છે કે અમે 30 મિનિટમાં મેચ ચાલુ કરીશું અને પૂરી 50 ઓવરની મેચ રમાશે,” એમ્પાયર શૉન હેંગે કહ્યું હતું.

બીલ ડેલ્ટોન ( નેપિયરના મેયર): અમને હતું કે આવી ઘટના બની શકે છે અને આજે તે થઇ ગયું છે. અમે આ બાબતે એક પ્લાન તૈયાર કરી રહ્યા છીએ. અમે નેપિયરને ન્યુઝીલેન્ડનું સૌથી મોટું મલ્ટી સપોર્ટ ગ્રાઉન્ડ બનાવવા માંગીયે છીએ. આ પ્રોજેક્ટ પાછળ 5 મિલિયન ડોલરનો ખર્ચો થશે. આ પ્રોજેક્ટ બાદ આજની સમસ્યા તો નહીં જ આવે પરંતુ તેની સાથે અહીંયા ક્રિકેટથી લઈને રગ્બી જેવી અનેક રમત રમી શકાશે.

સૌથી ઝડપી 5 હજાર વનડે રન
101 ઇંનિંગ્સ હાશિમ અમલા
114 વિવ રિચાર્ડસ/ વિરાટ કોહલી
118 બ્રાઇન લારા/ શિખર ધવન
119 કેન વિલિયમ્સન

(શિખર ધવન વિરાટ કોહલી બાદ સૌથી ઝડપી 5000 રન ફટકારનાર ભારતીય બન્યો છે.)

કુલદિપ યાદવની દરેક દેશમાં પ્રથમ મેચના આંકડા

ઇંગ્લેન્ડ: 10-0-25-6
ન્યુઝીલેન્ડ: 10-1-39-4
દક્ષિણ આફ્રિકા: 10-0-34-3
વેસ્ટ ઇન્ડિઝ: 9-0-50-3
શ્રીલંકા: 8.4-1-31-2
યુએઈ: 10-2-42-2
ઓસ્ટ્રેલિયા: 10-0-54-2
ઇન્ડિયા: 4-0-33-2

પહેલી વિકેટ:
શમીએ નાખેલા ઇનસ્વિંગરને હાર્ડ હેન્ડસથી રમતા ગુપ્ટિલ ક્રિઝ પર જ અટકી ગયો હતો, ઇનસાઇડ એજ એન્ડ બોલ્ડ। ભારતને જે પ્રકારની શરૂઆત જોતી હતી તે શમીએ અપાવી છે. આ સાથે જ તે સૌથી ઝડપી 100 વિકેટ લેનાર ભારતીય બોલર બની ગયો છે. ગુપ્ટિલ 9 બોલમાં 5 રન કર્યા હતા.

બીજી વિકેટ:
શમીનો બોલ પીચ થયા બાદ અંદર આવ્યો હતો જેનો મુનરો પાસે કોઈ જવાબ ન હતો. બોલ બેટ અને પેડના ગેપ વચ્ચેથી જતા તે 8 રને બોલ્ડ થયો હતો.
ત્રીજી વિકેટ:
આગળના બે બોલ ફ્લાઇટ કરાવ્યા બાદ ચહલે આ બોલ વધુ ધીમો ફેંક્યો હતો. ટેલર પાસે શોટ રમવાની જગ્યા ન હતી. ટેલરે એડજસ્ટ કરવાની કોશિશ કરી પરંતુ ચહલને રિટર્ન કેચ આપી બેઠો હતો, જે ચહલે આસાનીથી પકડ્યો હતો. ટેલરે 41 બોલમાં 24 રન કર્યા હતા.

ચોથી વિકેટ:
ચહલે બોલને ધીમો નાખ્યો હતો, અને બોલ બેટ્સમેન આગળ આવીને ડીપ થયો હતો, લેથમ બોલને બેટની નજીકથી ન રમી શકતા બોલ એજ થઈને હવામાં બોલર તરફ ગયો હતો. ચહલે આગળની તરફ ડાઇવ કરીને શાનદાર કેચ કર્યો હતો.

પાંચમી વિકેટ:
જાધવે ફ્લાઇટ કરીને લેગ સ્ટમ્પ પર નાખેલા બોલને નિકોલસ ઓન-સાઈડ પર મોટો શોટ ફટકારવા ગયો હતો, પરંતુ મીડ-વિકેટ પર કુલદિપ યાદવે પોતાની જમણી બાજુ કૂદીને અદભુત કેચ કર્યો હતો. નિકોલસે 17 બોલમાં 12 રન કર્યા હતા.

છઠી વિકેટ:
શમીએ ત્રીજી વિકેટ ઝડપતા સેન્ટનરને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. સેન્ટનર ક્રોસમાં આવીને રમ્યો હતો અને અંદર આવતા બોલને ચૂકી જતા એલબીડબ્લ્યુ આઉટ થયો હતો. સેન્ટનરે વિલિયમ્સન સાથે ચર્ચા કર્યા બાદ રિવ્યુ ન લેતા પેવેલિયન તરફ ચાલતો થઇ ગયો હતો. તેણે 21 બોલમાં 14 રન કર્યા હતા.

સાતમી વિકેટ:
વિલિયમ્સન યાદવના બોલમાં મોટો શોટ ફટકારવા જતા લોન્ગ-ઓન પર વિજય શંકરને આસાન કેચ આપી બેઠો હતો. વિલિયમ્સને ગેરજવાબદારી પૂર્વક શોટ રમતા કિવિઝ માટે મેચમાં કમબેક કરવું અઘરું રહેશે. તેણે 81 બોલમાં 64 રન કર્યા હતા.

આઠમી વિકેટ:
વિલિયમ્સનના આઉટ થયા બાદ બ્રેસવેલે ધીરજ ગુમાવી હતી. તે યાદવના બોલમાં ખરાબ શોટ રમી બોલ્ડ થયો હતો. યાદવના ચાઈનામેનને તે રીડ ન કરી સકતા ઇનસાઇડ એજ બોલ્ડ થયો હતો. તેણે 15 બોલમાં 7 રન કર્યા હતા.
નવમી વિકેટ:
યાદવના બોલમાં આગળ આવીને સિક્સ મારવાના પ્રયાસમાં લોકી ફર્ગ્યુસન વિકેટ પાછળ ધોનીના હાથે સ્ટમ્પ થયો હતો. બોલ પીચ થયા બાદ એન્ગલ સાથે બહારની તરફ ગયો હતો અને ધોનીની સ્પીડ સામે ફર્ગ્યુસન પાસે ટાઈમ પર ક્રિઝમાં પાછુ ફરવું અઘરું હતું. તે ત્રીજા બોલે ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો હતો
દસમી વિકેટ:
યાદવના રોન્ગ વન(જે બોલ પીચ થયા બાદ બહાર જાય)ને રીડ ન કરી સકતા બોલ્ટ સ્લીપમાં રોહિત શર્માને આસાન કેચ આપી બેઠો હતો. તેણે 10 બોલમાં 1 રન કર્યો હતો.

આ પહેલા ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વન ડે પછી ટીમમાં બે ફેરફાર કર્યા છે. અંબાતી રાયડુ અને કુલદીપ યાદવ ટીમમાં પરત આવ્યા છે. દિનેશ કાર્તિક અને રવિન્દ્ર જાડેજાને ટીમની બહાર કરવામાં આવ્યા છે.

બન્ને ટીમ આ પ્રકારે છે

ભારતઃ રોહિત શર્મા ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), મહેન્દ્રસિંહ ધોની(વિકેટકીપર), કેદાર જાધવ, અંબાતી રાયડુ, વિજય શંકર, કુલદીપ યાદવ, યુજવેંદ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી

ન્યૂઝીલેન્ડઃ માર્ટિન ગુપ્ટિલ, કોલિન મુનરો, કેન વિલિયમ્સન, રોસ ટેલર , હેનરી નિકોલસ , ટોમ લાથમ, મિશેલ સૈંટનર , ડગ બ્રેસવેલ , ટિમ સાઉદી, લોકી ફર્ગુસન , ટ્રેંટ બોલ્ટ

ઓસ્ટ્રેલિયાના નામે સૌથી વધુ 1854 ઇન્ટરનેશનલ મેચ
આજે ભારત પોતાની 1600મી ઇન્ટરનેશનલ મેચ રમે છે, જયારે કિવિઝનો સિરીઝની ચોથી મેચ રમી 1300મી મેચના આંકડાને સર કરશે. ભારતે 1932માં પોતાની પહેલી ક્રિકેટ મેચ રમી હતી, ત્યારથી લઈને અત્યાર સુધીમાં ભારત 533 ટેસ્ટ, 956 વનડે અને 110 ટી-20 મેચ રમ્યું છે. ઓસ્ટ્રેલિયા 1854 જયારે ઇંગ્લેન્ડ 1833 ઇન્ટરનેશનલ મેચ રમ્યું છે. ભારતે 1600 મેચમાં 713 મેચ જીતી છે અને 615 હારી છે, તેમજ 217 મુકાબલા ડ્રો રહ્યા હતા, 11 મેચમાં ટાઈ થઇ હતી અને 43 મેચમાં રિઝલ્ટ આવ્યું ન હતું. કિવિઝ અત્યાર સુધીમાં 1296 મેચમાંથી 488 મુકાબલા જીત્યું છે અને 589 હાર્યું છે. જયારે 165 મેચ ડ્રો રહી હતી અને 11 મેચ ટાઈ થઇ હતી. 43 મેચમાં રિઝલ્ટ ન આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments