Tuesday, January 18, 2022
Homeન્યૂઝિલેન્ડમાં ફાયરિંગ બાદ લાપતા પિતા-પુત્રને મેળવવા વડોદરાનો પરિવાર પહોંચ્યો સાંસદની ઓફિસે
Array

ન્યૂઝિલેન્ડમાં ફાયરિંગ બાદ લાપતા પિતા-પુત્રને મેળવવા વડોદરાનો પરિવાર પહોંચ્યો સાંસદની ઓફિસે

વડોદરાના પિતા-પુત્ર જ્યારે ન્યૂઝિલેન્ડમાં થયેલા ફાયરિંગ બાદ લાપતા બન્યા છે.ત્યારે તેમનો પરિવાર સાંસદની ઓફિસે પહોંચ્યા હતા. અને તેમને ન્યૂઝિલેન્ડ જવા સરકાર મદદ કરે તેવી અપીલ કરી હતી. આરીફભાઈના પરિવારજનોએ વિદેશ મંત્રાલય પણ બનતા તમામ પ્રયાસ કરે તેવી હાકલ સાંસદ સમક્ષ કરી છે.

વડોદરાના આજવા રોડ પર રહેતા આરટીઓ એજન્ટ અને તેમના પુત્ર શુક્રવારની નમાજ સમયે ન્યૂઝિલેન્ડના ક્રાઈસ્ટ ચર્ચમાં હાજર હતા.અને ત્યાં થયેલા અંધાધૂંધ ગોળીબાર બાદ વડોદરાના આ પિતા-પુત્ર સંપર્ક વિહોણા બની ગયા છે. જેથી પરિવારજનોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. આરીફ ભાઈનો એક પુત્ર રમીઝ આઠેક વર્ષથી ન્યૂઝિલેન્ડમાં છે. અને ચાર વર્ષથી તે ક્રાઈસ્ટ ચર્ચ સીટીમાં જ રહેતો હતો.

રમીઝભાઈના નવજાત શિશુને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવાના હતા. અને રજા આપતા થોડોક સમય બાકી હતો. તેવામાં રમીઝભાઈ પોતાના પિતા સાથે નમાઝ પઢવા ગયા હતા.અને ત્યાં થયેલા ગોળીબાર બાદ બંને લાપત્તા બની ગયા. તેમનો પરિવાર સતત આરીફભાઈ અને રમીઝનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ તેઓને કોઈ જાણકારી મળી શકી નથી જેથી પરિવાર ચિંતિત છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular