Tuesday, September 21, 2021
Homeન્યૂઝીલેન્ડ : આતંકીએ ફાયરિંગ પહેલાં PMOને ઇમેલ મોકલ્યો હતો, લાઇવ સ્ટ્રિમિંગ પર...
Array

ન્યૂઝીલેન્ડ : આતંકીએ ફાયરિંગ પહેલાં PMOને ઇમેલ મોકલ્યો હતો, લાઇવ સ્ટ્રિમિંગ પર સરકારે FB પાસે જવાબ માંગ્યો

ક્રાઇસ્ટચર્ચઃ ન્યૂઝીલેન્ડની બે મસ્જિદોમાં કત્લેઆમ પહેલા વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્નની ઓફિસને હુમલાખોરનો એક મેનિફેસ્ટો મળ્યો હતો. આર્ડર્ને રવિવારે જણાવ્યું કે, આંતકી હુમલાની 9 મિનિટ પહેલાં 30 લોકોને આ પત્ર ઇમેલ કરવામાં આવ્યો હતો. જો કે, પીએમઓને મળેલા પત્રમાં હુમલાના સ્થળ અને અન્ય જાણકારી નહતી. તેને તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને આપવામાં આવી હતી. શુક્રવારે ક્રાઇસ્ટચર્ચ સ્થિત અલ-નૂર અને લિનવૂડ મસ્જિદમાં ફાયરિંગમાં 50 લોકોનાં મોત થયા હતા, જેમાં 8 ભારતીયો છે અને 50 અન્ય ઘાયલ છે.

24 કલાકમાં 15 લાખ વીડિયો હટાવ્યાઃ ફેસબુક
ન્યૂઝીલેન્ડ સરકારે આતંકી હુમલાની લાઇવ સ્ટ્રિમિંગ પર ફેસબુકને જવાબ માંગ્યો હતો. ફેસબુકે કહ્યું, હુમલાના લાઇવ સ્ટ્રિમિંગ બાદ જ પોલીસે નેટવર્કની જાણકારી મેળવી લીધી હતી. અમે તાત્કાલિક હુમલાખોરે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટથી ફૂટેજ હટાવી દેવામાં આવ્યું હતું. મિયા ગાર્લિક (ડાયરેક્ટર, ફેસબુક – ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ)એ કહ્યું, અમે સતત આ પ્રકારના કન્ટેન્ટને હટાવવા માટે કામ કરી રહ્યા છીએ. હુમલાથી જોડાયેલા 15 લાખ વીડિયો અમે છેલ્લાં 24 કલાકમાં હટાવ્યા છે. 12 લાખ વીડિયોને બ્લોક કર્યા છે, જે અપલોડ કરવામાં આવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાના સેનેટર પર ઇંડાથી હુમલો
ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં એક યુવકે ઓસ્ટ્રેલિયન સેનેટર ફ્રેઝર એનિંગ પર ઇંડાથી હુમલો કરવામાં આવ્યો હતો. ફ્રેજર પ્રેસ કોન્ફરન્સમાં ક્રાઇસ્ટચર્ચની મસ્જિદોમાં થયેલા હુમલા પર વાત કરી રહ્યા હતા. સેનેટરે આ હુમલાની નિંદા કરતા ઇમિગ્રન્ટ્સને આ માટે જવાબદાર ઠેરવ્યા. ફ્રેજર જ્યારે ઇમિગ્રન્ટ્સ સાથે વાત કરી રહ્યા હતા, તે સમયે યુવકે પાછળથી તેમના માથા પર ઇંડું ફેંક્યુ. આરોપી આ દરમિયાન પોતાના ફોનથી વીડિયો પણ બનાવી રહ્યો હતો.
બ્રેન્ટનની દાદીએ કહ્યું, અમારાં માટે આ ચોંકવાનારી ઘટના

ઓસ્ટ્રેલિયા મૂળના હુમલાખોર બ્રેન્ટન ટેરેન્ટની પરિવારજનોએ પણ હુમલાની નિંદા કરી છે. બ્રેન્ટનની દાદીએ કહ્યું, આ અમારાં માટે પણ ચોંકાવનારું છે. અમે વિચારી પણ નથી શકતા કે તેઓ આવું કંઇક કરી શકે છે. તે હાલમાં જ યુરોપ ફરીને પરત આવ્યો હતો. અમને આશા હતી કે, તે યુરોપ યાત્રા દરમિયાન શ્વેત રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડાશે અને પછી નફરતને હિંસામાં બદલી દેશે.

8 ભારતીયોનાં મોત, 5 ગુજરાતના
ન્યૂઝીલેન્ડમાં મોજૂદ ભારતીય એમ્બેસીના સેકન્ડ સેક્રેટરી પરમજીત સિંહે શનિવારે રાત્રે જણાવ્યું કે, મૃતકોમાં ગુજરાતના રમજી આરિફ ભાઇ વોહરા, તેમના પિતા મોહમ્મદ અલી વોહરા, મહેબબૂ ખોખર, હાફેદ મૂસા અને જુનૈદ કારા સામેલ છે. કેરલના પીજી સ્ટુડન્ટ એન્સી અલીનું પણ મોત થયું છે. આ સિવાય હૈદરાબાદના ફરહાજ અહેસાન સહિત 2 લોકોનાં મોતની પુષ્ટિ થઇ છે. પરિવારજનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી સુષમા સ્વરાજ પાસે મદદ માગી છે.
જેને પહેલી ગોળી વાગી, તેણે હુમલાખોરને હેલ્લો બ્રધર કહ્યું
હુમલાખોર બ્રેન્ટન ટેરન્ટે ફેસબુક પર 17 મિનિટ સુધી ફાયરિંગનું લાઇવ સ્ટ્રિમિંગ કર્યુ હતું. તે બપોરની નમાજના સમયે હથિયાર લઇને મસ્જિદ પહોંચ્યો તો સૌથી પહેલાં ગેટ પર એક વ્યક્તિ મળ્યો. આ વ્યક્તિએ એ જોવા છતાં કે, હુમલાખોર તેની તરફ બંદૂક તાકીને ઝડપથી આગળ વધી રહ્યો છે, વ્યક્તિએ હુમલાખોરના સ્વાગતમાં હેલ્લો બ્રધર કહ્યું હતું. આ ઘટના એ જ વીડિયોમાં કેદ થઇ, જેને હુમલાખોરે ફેસબુક પર લાઇવ દેખાડ્યું હતું.
કોર્ટમાં વ્હાઇટ સુપ્રીમસીની સાઇન
મસ્જિદોમાં ફાયરિંગ કરીને 50 લોકોની હત્યા કરવાના આરોપી ઓસ્ટ્રેલિયન નાગરિક ટેરન્ટને શનિવારે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. ઘટનાના પગલે અફસોસ તો દૂરની વાત છે, તેણે હાથથી વ્હાઇટ સુપ્રીમસીની નિશાની બનાવી. આ સાઇન શ્વેત જાતિવાદી ગ્રૂપ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. તેના મનમાં ઇસ્લામ જ નહીં અશ્વેત લોકો પ્રત્યે પણ નફરતનો ભાવ હતો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments