Sunday, September 19, 2021
Homeન્યૂઝીલેન્ડ ગોળીબારના મૃતકોના પરિવારોને તાત્કાલિક વિઝા આપવા ગુજરાત સરકારની મધ્યસ્થી
Array

ન્યૂઝીલેન્ડ ગોળીબારના મૃતકોના પરિવારોને તાત્કાલિક વિઝા આપવા ગુજરાત સરકારની મધ્યસ્થી

અમદાવાદ:સીએમ વિજય રૂપાણીએ ન્યુઝીલેન્ડ માં થયેલા ગોળીબારની ઘટનામાં ત્યાં વસવાટ કરતા ગુજરાતી પરિવારો તેમજ ન્યુઝીલેન્ડ પ્રવાસે ગયેલા ગુજરાતીઓની સલામતી અને ઇજાગ્રસ્ત કે મૃત્યુ પામેલા લોકોના ગુજરાતમાં રહેતા પરિવારજનોને તાત્કાલિક વિઝા મેળવવા હોય તો ગુજરાત સરકારના દિલ્હી સ્થિત રેસિડેન્ટ કમિશનર આરતી કંવરને વિદેશ મંત્રાલય સાથે સંકલન સાધી મદદ રૂપ થવા સૂચનાઓ આપી છે.

ગુજરાતના ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ A.M.તિવારી ન્યુઝીલેન્ડ સ્થિત ભારતીય હાઇ કમિશનર સાથે આ ઘટનામાં અસરગ્રસ્ત ગુજરાતી પરિવારોની સલામતી અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ માટે સતત સંપર્કમાં કરી રહ્યાં છે. અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ પણ વિદેશ મંત્રાલય સાથે યોગ્ય વ્યવસ્થા થાય તે માટે સતત સંપર્કમાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments