ન્યૂઝીલેન્ડ : નાગરિકોની ખુશી માટે 18 હજાર કરોડ રૂપિયાનું બજેટ, પ્રસન્નતાને વિકાસનો આધાર બનાવશે

0
23

ઓકલેન્ડઃ ન્યૂઝીલેન્ડ સરકારે પહેલીવાર નાગરિકોની ખુશી પર કેન્દ્રિય બજેટ રજૂ કર્યુ છે, જેને વેલ-બીઇંગ બજેટ નામ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ને ગુરૂવારે સંસદમાં જણાવ્યું કે, તેમની સરકાર દેશના વિકાસને આર્થિક આધારના બદલે ખુશીના આધારે માપવા પર ભાર આપશે. 248 કરોડ ડોલર (અંદાજિત 18 હજાર કરોડ રૂપિયા)ના બજેટમાં 98.9 કરોડ ડોલર (અંદાજિત 8.65 હજાર કરો રૂપિયા) માનસિક સ્વાસ્થ્યની શ્રેષ્ઠતા માટે નક્કી કરવામાં આવ્યા છે.

નવા બજેટમાં બાળવર્ગમાં ફેલાયેલી ગરીબી સામે લડવાની વાત કહેવામાં આવી છે. આ માટે આર્ડર્નના બજેટમાં 71 કરોડ ડોલર (અંદાજિત 5 હજાર કરોડ રૂપિયા)ની જોગવાઇ કરી છે. આ ઉપરાંત ખુશી વધારવાના અન્ય ધારાધોરણો જેમ કે – શિક્ષણ સ્તર, હવાની ગુણવત્તા સુધારવા અને લાઇફ એક્સપેક્ટન્સી સુધારવા માટે પણ બજેટ નક્કી કરવામાં આવી છે.

સુસ્ત આર્થિક વિકાસ અને બેરોજગારીની અસર ઘટશે
બજેટ રજૂ કરતા આર્ડર્ને કહ્યું કે, તેઓ ઇચ્છે છે કે, સરકાર હવે પોતાના નિર્ણય લેવાની નીતિઓને બદલે અને શ્રેષ્ઠ અર્થવ્યવસ્થાના બદલે લોકોની ખુશીને પ્રાથમિકતા આપે. બજેટમાં કહેવામાં આવ્યું કે, આ 2019-20માં દેશનો આર્થિક વિકાસ દર 2.7 ટકા રહેશે. બેરોજગારી દર 4 ટકાની આસપાસ હશે. જો કે, લોક સુધારણા માટે કરેલા ખર્ચના કારણે આ બંને ચીજોની નકારાત્કમ અસર ઘણી ઓછી થઇ શકશે.

ભૂતાનમાં ખુશી માપવા માટે વિકાસને આધાર બનાવ્યો
ભૂતાન વિશ્વનો સૌપ્રથમ એવો દેશ છે જ્યાં વિકાસ માપવા માટે ખુશીને આધાર બનાવવામાં આવ્યો છે. ભૂતાનમાં સૌથી પહેલાં 1970માં આની સાથે જોડાયેલો આઇડિયા રજૂ કરવામાં આવ્યો અને 2008માં નાગરિકોની ખુશીઓ માપવા માટે ગ્રોસ નેશનલ હેપ્પીનેસ ઇન્ડેક્સ લાવવામાં આવ્યો હતો. અન્ય દેશોએ પણ આ પ્રકારના પ્રયોગો કરવાના પ્રયત્નો કર્યા છે. જો કે, ન્યૂઝીલેન્ડ પહેલો એવો દેશ છે જ્યાં સરકારના બજેટનો મોટો હિસ્સો ખુશી માટે ખર્ચ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here