Tuesday, September 21, 2021
Homeન્યૂઝીલેન્ડ : હુમલાખોરે ટ્વીટર લાઇવ કરી ફાયરિંગ શરૂ કર્યુ, બાળકોને નિશાન બનાવ્યા;...
Array

ન્યૂઝીલેન્ડ : હુમલાખોરે ટ્વીટર લાઇવ કરી ફાયરિંગ શરૂ કર્યુ, બાળકોને નિશાન બનાવ્યા; બીજી મસ્જિદમાં વધુ એક ગનમેન સક્રિય

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ન્યૂઝીલેન્ડના સાઉથ આઇસલેન્ડ શહેરની બે મસ્જિદોમાં ફાયરિંગ થયું છે, જેમાં 27 લોકોનાં મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, 28 વર્ષીય ઓસ્ટ્રેલિયન નાગરિકે મસ્જિદમાં બાળકોને ટાર્ગેટમાં રાખીને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ઘટનાના સાક્ષીઓએ જણાવ્યું કે, સાઉથ આઇલેન્ડની ક્રિસ્ટચર્ચમાં આવેલી અલ નૂર મસ્જિદમાં અચાનક જ સેમી-ઓટોમેટિક ગનમાંથી 50 શોટ્સ સાંભળવા મળ્યા હતા.

ટ્વીટર પર લાઇવ રેકોર્ડિંગ કર્યુ
ટ્વીટર પરથી ઘટનાના આરોપીની ઓળખ બ્રેન્ટોન ટેરન્ટ તરીકે થઇ છે, તેણે અલ નૂરમાં ફાયરિંગ શરૂ કરતા પહેલાં ટ્વીટર પર લાઇવ અપડેટ કર્યુ હતું. શુક્રવારે પ્રાર્થના માટે અહીં અનેક લોકો હાજર હતા.
ટ્વીટર વીડિયો અનુસાર, આરોપીએ ફાયરિંગ દરમિયાન ભાગતા લોકો ઉપર પણ ડઝનથી વધુ ગોળીઓ છોડી હતી. ઘટનામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ આ જ વ્યક્તિએ ફાયરિંગ કર્યુ હતું કે નહીં તેની તપાસ કરવામાં આવશે.
આરોપીએ ફાયરિંગ પહેલાં ટ્વીટર પર 87-પેજનો મેનિફેસ્ટો પોસ્ટ કર્યો હતો, જેમાં આ આતંકી હુમલાની જાણકારી આપવામાં આવી હતી. લોકોના જણાવ્યા અનુસાર, અલ નૂરની નજીક આવેલી બીજી લિનવૂડ મસ્જિદમાં પણ ફાયરિંગ થયું છે.
બીજી મસ્જિદમાં અન્ય હુમલાખોર સક્રિય
ન્યૂઝીલેન્ડ હેરાલ્ડ અનુસાર, હુમલાખોરના ફાયરિંગમાં 27 લોકોનાં મોત થયા છે. વળી પોલીસ કમિશનર માઇક બુશના જણાવ્યા અનુસાર, હુમલાખોરે બે મસ્જિદોમાં હુમલો કર્યો છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા અર્ડર્ને કહ્યું કે, ક્રાઇસ્ટચર્ચ સ્થિત મસ્જિદમાં ફાયરિંગ થયું છે. આ ન્યૂઝીલેન્ડના સૌથી કાળા દિવસોમાંથી એક છે, હિંસાની આ અભૂતપૂર્વ ઘટના છે. પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે, પરંતુ મારી પાસે આ અંગે વધુ જાણકારી નથી.
શહેરને લોકડાઉન કરી દીધું છે, એટલે કે કોઇ પણ વ્યક્તિ શહેરની અંદર અથવા શહેરની બહાર નહીં જઇ શકે. પોલીસે કહ્યું કે, ક્રાઇસ્ટચર્ચમાં વધુ એક હુમલાખોર સક્રિય છે, જેના કારણે સ્થિતિ ગંભીર છે અને કોઇ પણ ક્ષણે વધુ મોટો હુમલો થઇ શકે છે.
બાંગ્લાદેશની ક્રિકેટ ટીમનો બચાવ
બાંગ્લાદેશની ટીમ હાલ ન્યૂઝીલેન્ડમાં છે, નસીબજોગે ક્રિકેટ ટીમને કોઇ નુકસાન પહોંચ્યુ નથી. પરંતુ આ ઘટના બાદ ટીમ શક્ય તેટલાં ઝડપથી ન્યૂઝીલેન્ડ છોડી દેવા ઇચ્છે છે. બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ ક્રાઇસ્ટચર્ચમાં જ હતી અને આવતીકાલે ન્યૂઝીલેન્ડ સાથે ટેસ્ટ મેચ હતી. બાંગ્લાદેશના ખેલાડીઓ નમાજ માટે મસ્જિદ પહોંચ્યા હતા, પરંતુ આ દરમિયાન એક હુમલાખોરે અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું. જો કે, ઘટનામાં કોઇ પણ ખેલાડીને ઇજા થઇ નથી.
ઘટનાસ્થળ પર મોજૂદ Cricinfoના બાંગ્લાદેશી પત્રકાર મોહમ્મદ ઇસામે જણાવ્યું કે, તમામ ખેલાડીઓ સુરક્ષિત છે, પરંતુ એ બધાં જ બાંગ્લાદેશ પરત જતા ઇચ્છે છે. ઘટના બાદ ન્યૂઝીલેન્ડ સાથે ટેસ્ટ મેચને રદ કરી દીધી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments