Sunday, September 19, 2021
Homeન્યૂઝીલેન્ડ હુમલા બાદ બ્રિટનની 5 મસ્જિદોમાં તોડફોડની ઘટના,
Array

ન્યૂઝીલેન્ડ હુમલા બાદ બ્રિટનની 5 મસ્જિદોમાં તોડફોડની ઘટના,

ઇન્ટરનેશનલ ડેસ્કઃ મિડલ બ્રિટનના બર્મિંઘમ શહેરની પાંચ મસ્જિદોમાં રાત્રિના સમયે હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ એન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વોડના અધિકારીઓ અને સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે. મિડલેન્ડ્સ પોલીસને જાણકારી મળી હતી કે, એક વ્યક્તિ બર્ચફિલ્ડ રોડ પર જામે મસ્જિદની બારીઓ તોડી રહ્યો છે અને થોડાં સમય બાદ શહેરના એર્ડિગટન વિસ્તારમાં એક મસ્જિદમાં પણ આ પ્રકારના હુમલાની જાણકારી મળી. પ્રાથમિક તારણ અનુસાર, આ હુમલાના પરસ્પર સંબંધ છે.

ઇસ્લામિક ધાર્મિક સ્થળોની સુરક્ષામાં વધારો

એન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વોડે મસ્જિદો તથા અન્ય વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી દીધી છે. ઉપરાંત અન્ય સ્થળોમાં ઇસ્લામિક ધાર્મિક સ્થળોની સુરક્ષામાં પણ વધારો કર્યો છે. ગત શુક્રવારે ન્યૂઝીલેન્ડની ક્રાઇસ્ટચર્ચમાં એક મસ્જિદ પર થયેલા આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે કહ્યું કે, તેઓ આ ઘટના પાછળના ઇરાદાને સામે લાવવા માટે આતંકવાદ વિરોધી અધિકારીઓ સાથે કામ કરી રહ્યા છે. ક્રાઇસ્ટચર્ચ હુમલામાં 50 લોકોનાં મોત થયા હતા.

પોલીસે જણાવ્યું કે, ન્યૂઝીલેન્ડની ક્રાઇસ્ટચર્ચમાં દુઃખદ ઘટનાઓ બાદ વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસના અધિકારી અને કર્મચારી ક્ષેત્રભરમાં અમારાં ધર્મ ભાગીદારોની સાથે મળીને કામ કરી રહ્યા છે. જેથી મસ્જિદો, ચર્ચ અને પ્રાર્થનાસ્થળોને સુરક્ષાનું આશ્વાસન અને સમર્થન આપી શકાય.

થોમ્પસને કહ્યું કે, અમારાં સમાજમાં આ પ્રકારના હુમલા માટે કોઇ સ્થાન નથી અને તેને સહન નહીં કરવામાં આવે. હું લોકોને ફરીથી ભરોસો અપાવવા ઇચ્છું છું કે, વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસ ગુનેગારોને ન્યાયના દાયરામાં લાવવા માટે શક્ય તમામ પ્રયત્નો કરી રહી છે.

બ્રિટનના ગૃહમંત્રી સાજિદ જાવેદે ટ્વીટ કરી, બર્મિંઘમમાં રાત્રિના સમયે મસ્જિદોમાં તોડફોડના સમાચાર સાંભળીને હું ચિંતિત છું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments