ન્યૂયોર્કમાં રીષિ કપૂરને દીપિકા પાદુકોણ મળી, નીતુ સિંહે ઈન્સ્ટાગ્રામમાં તસવીર શૅર કરી

0
79

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ મેટ ગાલા ઈવેન્ટમાં ભાગ લેવા માટે ન્યૂયોર્ક ગઈ હતી. ઈવેન્ટ બાદ દીપિકા ન્યૂયોર્કમાં સારવાર કરાવતા બોલિવૂડ એક્ટર રીષિ કપૂરને મળી હતી. આ મુલાકાતની તસવીરો નીતુ સિંહે ઈન્સ્ટાગ્રામમાં શૅર કરી હતી. જેમાં રીષિ તથા નીતુ એક્ટ્રેસ દીપિકાને મળીને ઘણાં જ ખુશ જોવા મળે છે.

https://www.instagram.com/p/BxWbPWUAJWv/?utm_source=ig_embed

ચાહકોએ નીતુને ટ્રોલ કરી
નીતુ સિંહે દીપિકા પાદુકોણની તસવીરો શૅર કરીને કેપ્શન આપ્યું હતું, ‘દીપિકાની સાથે વિતાવેલી સાંજ ઘણી જ સારી રહી. બહુ જ બધો પ્રેમ..’ જોકે, નીતુની આ પોસ્ટને લઈ અનેક યુઝર્સે તેમને ટ્રોલ કર્યાં હતાં. એક યુઝરે લખ્યું હતું, આ નાટક કોના માટે? જ્યારે દીપિકા આરકે(રણબીર કપૂર)ની પ્રેમિકા હતી તો તમને દીપુ સહેજ પણ ગમતી નહોતી નીતુ આંટી..’ તો અન્ય એક યુઝરે કહ્યું હતું, ‘તેને વહુ તરીકે સ્વીકાર ના કર્યો અને હવે તેની સાથે વિતાવેલી સાંજ સારી લાગે છે..’

રણબીર-દીપિકા વચ્ચે સંબંધો હતાં
2007ના અંતમાં રણબીર કપૂર તથા દીપિકા પાદુકોણ એકબીજાને ડેટ કરતાં હતાં. તેમની વચ્ચે બે વર્ષ સુધી સંબંધો રહ્યાં હતાં. જોકે, આ સમયે રણબીરની માતા નીતુ સિંહને દીપિકા પાદુકોણ વહુ તરીકે સહેજ પણ પસંદ નહોતી. દીપિકા સાથે સંબંધ હોવા છતાંય રણબીર કપૂર એક્ટ્રેસ કેટરીનાને ડેટ કરવા લાગ્યો હતો. દીપિકાને આ વાતની જાણ થતાં તેને આ સંબંધ તોડી નાખ્યો હતો. ગયા વર્ષે દીપિકાએ બોલિવૂડ એક્ટર રણવીર સિંહ સાથે લગ્ન કર્યાં હતાં. રણબીરના સંબંધો હાલમાં આલિયા ભટ્ટ સાથે છે.

ગયા વર્ષથી રીષિ કપૂર કેન્સરની સારવાર કરાવી રહ્યાં છે
રીષિ કપૂરે થોડાં સમય પહેલાં પહેલી જ વાર પોતાની બીમારીને લઈ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ગયા વર્ષે પહેલી મેથી અમેરિકામાં તેમની કેન્સરની સારવાર ચાલે છે. ભગવાનનો આભાર કે હવે તે કેન્સર ફ્રી છે. જોકે, હજી બોન મૅરો ટ્રાન્સપ્લાન્ટ બાકી છે. જેમાં હજી બે મહિના જેટલો સમય થશે. આ બીમારીને કારણે તેમનામાં ધીરજના ગુણ આવ્યા છે. ઠીક થવું બહુ જ ધીમી પ્રક્રિયા છે પરંતુ તે તમને જીવનનું મહત્ત્વ શીખવે છે. વધુમાં રીષિ કપૂરે પત્ની નીતુના વખાણ કરતાં કહ્યું હતું કે બીમારીના સમયે નીતુ તેમની સાથે ઊભી રહી હતી. તો બાળકો રણબીર તથા રિદ્ધિમાએ પણ ખભેથી ખભો મિલાવીને સાથ આપ્યો છે. રીષિ કપૂરે ઉમેર્યું હતું કે તે તમામ ચાહકોનો આભાર માને છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રીષિએ ટ્વિટર પર પોતાની બીમારી અંગે વાત કરી હતી. રીષિએ કહ્યું હતું કે તે કોઈ બીમારીની સારવાર માટે અમેરિકા જાય છે. તમામને વિનંતી છે કે તેની બીમારીને લઈ કોઈ અટકળો કરવામાં આવે નહીં. તે સમયે રીષિએ પોતાની બીમારી અંગે કોઈ માહિતી આપી નહોતી. 66 વર્ષીય રીષિ છેલ્લે ફિલ્મ ‘મન્ટો’માં જોવા મળ્યાં હતાં.

સેલેબ્સ મળવા જાય છે
થોડાં સમય પહેલાં જ રણધિર કપૂર દીકરી કરિશ્મા સાથે ભાઈ રીષિને સપોર્ટ કરવા માટે અમેરિકા ગયા હતાં. અહીંયા તેઓ ત્રણ અઠવાડિયા એટલે કે 21 દિવસ સુધી રહ્યાં હતાં. છેલ્લાં સાડા આઠ મહિનાથી રીષિની પત્ની નીતુ સિંહ પતિની સાથે રહીને દેખરેખ રાખી રહી છે. આ સિવાય દીકરી રિદ્ધિમા તથા દીકરો રણબિર પણ અવાર-નવાર આવતા રહે છે. રીષિ કપૂરની ખબર કાઢવા માટે બોલિવૂડના અનેક સ્ટાર્સ આવ્યા છે. જેમાં પ્રિયંકા ચોપરા, અનુપમ ખેર, શાહરૂખ ખાન, આમિર ખાન, આલિયા ભટ્ટ સહિતના સેલેબ્સનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here