ન્યૂયોર્ક : USમાં દોષિતને શીખ ધર્મનો અભ્યાસ કરવાની સજા મળી

0
30

ન્યુયોર્કઃ અમેરિકાના ઓરેગોન પ્રાંતમાં મેરિયન કાઉન્ટીના જજ લિન્ડશે પોર્ટ્રિઝે હુમલાના દોષિતને શીખ ધર્મનો અભ્યાસ કરવાની અનોખી સજા આપી છે. 25 વર્ષના દોષી એન્ડ્ર્યુ રામસેને કોર્ટે ત્રણ વર્ષની સજા પણ કરી છે. રામસેએ 14 જાન્યુઆરીએ હરવિન્દર સિંઘ ડોડને ધમકાવવા અને હુમલો કરવાનો ગુનો કબુલી લીધો છે.

ડોડે રામસેને લાયસન્સ વિના સિગારેટ આપવાનો ઇનકાર કરી દીધો હતો. જેથી ઉશ્કેરાઇ રામસેએ ડોડ પર હુમલો કરી દીધો હતો. દાઢી ખેંચી લીધી હતી અને ભોંય પર પાડી દીધો હતો. તેથી ત્યાં હાજર લોકોએ તેને પકડી પોલીસને હવાલે કર્યો હતો. ડોડ ઓરેગોનમાં એક દુકાન પર કામ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here