ન્યૂ લોન્ચ : ચાર રિઅર કેમેરા સાથેનો ‘સેમસંગ ગેલેક્સી M32’ લોન્ચ

0
0

સેમસંગ ગેલેક્સી M32 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. આ ફોનમાં 90Hzનો રિફ્રેશ રેટ અને AMOLED ડિસ્પ્લે મળે છે. ફોનમાં 6,000mAhની બેટરી છે. આ ફોન મીડિયાટેક હીલિયો G80 SoC પ્રોસેસર અને 128GB ઓનબોર્ડ સ્ટોરેજથી સજ્જ છે. ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે.

કંપનીનું કહેવું છે કે આ સ્માર્ટફોનને ખાસ મૂવી, ગેમ્સ અને સોશિયલ મીડિયાના ઉપયોગ કરવા માટે બનાવાયો છે. તેમાં ઈનબિલ્ટ સેમસંગ પે અપ અને પ્રાઈવસી બેઝ્ડ મોડ AltZLife મળે છે. તેની મદદથી પ્રાઈવેટ ફોટોઝને વધારે સિક્યોર કરી શકાય છે.

કોમ્પિટિટર
સેમસંગ ગેલેક્સી M32ની ટક્કર રેડમી નોટ 10 S (14,999 રૂપિયા), પોકો M3 પ્રો (13,999 રૂપિયા) અને રિયલમી 8 (14,099 રૂપિયા) જેવાં સ્માર્ટફોનથી છે.

સેમસંગ ગેલેક્સી M32ની કિંમત
ભારતમાં તેનાં 4GB+64GB વેરિઅન્ટની કિંમત 14,999 રૂપિયા છે. તેનાં 6GB+128GB વેરિઅન્ટની કિંમત 16,999 રૂપિયા છે. તેનાં બ્લેક અને લાઈટ બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. તેનો સેલ 28 જૂનથી શરૂ એમેઝોન અને સેમસંગ ઓનલાઈન સ્ટોર પર શરૂ થશે. લોન્ચિંગ ઓફર હેઠળ ICICI બેંકના કાર્ડથી ફોનની ખરીદી પર 1250 રૂપિયાનું કેશબેક મળે છે.

સેમસંગ ગેલેક્સી M32નાં બેઝિક સ્પેસિફિકેશન

  • ફોનમાં 6.4 ઈંચની HD AMOLED ડિસ્પ્લે મળે છે. તે 90 Hzનો રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે. તેમાં 800 નિટ્સની બ્રાઈટનેસ મળે છે. તેનાથી ડે લાઈટમાં વીડિયો શૂટિંગ અને ફોટોગ્રાફીનો એક્સપિરિઅન્સ વધે છે.
  • ફોન મીડિયા ટેક હીલિયો G 80 SoC પ્રોસેસરથી સજ્જ છે. તેમાં હેવી PUBG જેવી ગેમ રમી શકાય છે. તેમાં 6GBની રેમ મળે છે.
  • ફોટોગ્રાફી માટે તેમાં 64MP+8MP+2MP+2MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ છે.
  • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 20MPનો ફ્રન્ટ કેમેરા છે. ફોનનું ઈન્ટર્નલ સ્ટોરેજ 128GB છે તેને SDકાર્ડથી 1TB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.
  • ફોનની બેટરી 6,000mAhની છે, તેની સાથે 25 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ મળે છે. કંપનીનો દાવો છે કે ફોન સિંગલ ચાર્જ પર 130 કલાક સુધી મ્યુઝિક પ્લેબેક, 40 કલાક સુધી ટોક ટાઈમ અથવા 25 કલાક સુધી વીડિયો પ્લેબેક આપે છે.
  • કનેક્ટિવિટી માટે ફોનમાં 4G LTE, wifi, બ્લુટૂથ ,GPS, USB ટાઈપ -C અને 3.5mmના ઓડિયો જેક સહિતના ઓપ્શન મળે છે.
  • સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે.
  • ફોનનું ડાયમેન્શન 159.3×74.0x9.3mm અને વજન 196 ગ્રામ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here