Thursday, August 11, 2022
Homeન મોદી ફાવશે કે ન રાહુલ, હાઈકોર્ટે બધા માટે એવો નિયમ કર્યો...
Array

ન મોદી ફાવશે કે ન રાહુલ, હાઈકોર્ટે બધા માટે એવો નિયમ કર્યો કે ચૂંટણીનાં બે દિવસ પહેલા જો કોઈએ….

- Advertisement -

આગામી લોકસભા ચૂંટણીની પાર્શ્વભૂમિમાં બોમ્બે હાઈ કોર્ટે રાજકીય પક્ષો માટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. આદેશ અનુસાર હવે મતદાન શરૂ થવાના ૪૮ કલાક પૂર્વે સોશિયલ મીડિયા પર કોઈ પણ રાજકીય જાહેરાત પ્રસિદ્ધ થઈ શકશે નહીં, એમ કોર્ટે ચૂંટણી પંચને નિર્દેશ આપ્યો છે. આની કડક અમલબજાવણી કરવા કોર્ટે ચૂંટણી પંચને આ અંગેની સૂચના કેન્દ્ર સરકારને અપાવાનો આદેશ પણ આપ્યો છે.

મુખ્ય ન્યાયમૂર્તિ નરેશ પાટીલના વડપણવાળી બેન્ચે અરજી સંબંધે આ આદેશ આપ્યો હતો. લોકપ્રતિનિધિ કાયદા ૧૯૫૧ અનુસાર ૧૨૬ કલમ હેઠળ આ જનહિત અરજી કરવામાં આવી હતી. કલમ અનુસાર મતદાનના ૪૮ કલાક પૂર્વે બ્લેકઆઉટ પીરિયડ હોય છે. આ કાળમાં રાજકીય નેતા કોઈ જાહેરસભા, ચૂંટણી પ્રચાર કે ચૂંટણી સંબંધી કોઈ પ્રદર્શન કરી શકતા નથી. આથી કલમનો આધાર લઈને હવે ફેસબુક, ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ જેવી સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર આ પ્રકારની પ્રસિદ્ધી કરી શકાય નહીં એમ અરજીમાં જણાવાયું છે.

ગુરુવારે હાઈ કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન પંચની બાજુ માંડતાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર રાજકીય જાહેરાતો પર પ્રતિબંધ મૂકવાનો ભારતીય ચૂંટણી પંચને પુરતો અધિકાર નથી. આથી ચૂંટણી પંચ સક્ષમ થાય એ માટે કલમ ૧૨૬માં સુધારો કરવા એક સમિતિની સ્થાપના કરાઈ છે.

આ જવાબથી કોર્ટને સંતોષ થયો નહોતો આથી કોર્ટે પંચના કાન આમળીને જણાવ્યું હતું કે કલમ ૧૨૬માં સુધારો થશે ત્યારે થશે, પણ સોશિયલ મીડિયા પરની રાજકીય જાહેરાત રોકવા તમે શું પગલાં લીધા છે? ચૂંટણી દબાવમુક્ત અને પારદર્શક રીતે થાય એ તમારી બંધારણીય ફરજ છે. આથી તમારી પાસે પુરતો અધિકાર નથી આથી તમે ચૂંટણી ભયમુક્ત અને પારદર્શક રીતે પાર પાડવાની સ્થિતિમાં થઈ શકે એમ નથી. આ પ્રકરણે આગામી સુનાવણી આવતા ગુરુવારે હાથ ધરાશે.

લોકસભાની ચૂંટણીના ૪૮ કલાક અગાઉ સોશિયલ મિડિયા પર રાજકીય જાહેરાત મૂકવાની બોમ્બે હાઇ કોર્ટે મનાઇ ફરમાવી છે. લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાય એ પહેલા આ પ્રતિબંધના આદેશનો ચૂંટણી પંચ એ કેન્દ્ર સરકાર કઇ રીતે અમલ કરશે એવો સવાલ વડી અદાલત તરફથી કરવામાં આવ્યો છે.

ચૂંટણીના મતદાન અગાઉ ૪૮ કલાક દરમિયાન સોશિયલ મિડિયા પર કોઇ પણ જાતની રાજકીય જાહેરાત વહેતી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે એવી માગણી કરતી જનહિતની અરજી એડવોકેટ સાગર સૂર્યવંશીએ કરી હતી. મુખ્ય ન્યાયમૂર્તિ નરેશ પાટીલ અને ન્યાયમૂર્તિ એન.એમ. જામદારની ડિવિઝન બેન્ચ મક્ષ આ જનહિત યાચિકા પર સુનાવણી વખતે વડી અદાલતે ઉપરોક્ત આદેશ આપ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular