Tuesday, September 21, 2021
Homeપંચમહાભૂતમાં વિલિન થયા પર્રિકર, પુત્રએ આપી મુખાગ્નિ; મોદી-શાહ સહિતના નેતાઓએ અંતિમ વિદાય...
Array

પંચમહાભૂતમાં વિલિન થયા પર્રિકર, પુત્રએ આપી મુખાગ્નિ; મોદી-શાહ સહિતના નેતાઓએ અંતિમ વિદાય આપી

પણજીઃ ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર (63)નું સોમવારે અહીંના એસએજી મેદાનમાં મોટા પુત્ર ઉત્પલ પર્રિકરે મુખાગ્નિ આપી. વડાપ્રધાન મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, ગૃહમંત્રી રાજનાથ સિંહ સહિતના નેતાઓએ તેમને અંતિમ વિદાય આપી. રવિવારે સાંજે 6-40 વાગ્યે પર્રિકરનું તેમના ઘરે નિધન થયું હતું. પર્રિકર એક વર્ષથી પેંક્રિયાટિક કેન્સરની સારવાર લઈ રહ્યાં હતા.

અંતિમ દર્શન માટે સોમવારે સવારે તેમના પાર્થિવ દેહને ઘરેથી ભાજપ કાર્યાલય લવાયો હતો. જે બાદ તેને કલા એકેડમીમાં થોડીવાર માટે રખાય ોહતો. વડાપ્રધાન મોદીએ ગોવા પહોંચીને પર્રિકરને શ્રદ્ધાંજલિ આપી હતી. મોદીએ પર્રિકરના નિધન પછી રવિવાર રાત્રે ટ્વીટ કર્યું હતું કે, “પર્રિકર આધુનિક ગોવાના નિર્માતા હતા, તેમના નિર્ણયોથી ભારતીય રક્ષા ક્ષમતાઓને વધી.”

પર્રિકરના કાર્યકાળ દરમિયાન પીઓકેમાં સર્જિકલ થઈ: પર્રિકરે 2014થી 2017 સુધી રક્ષામંત્રીનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમના જ કાર્યકાળમાં ભારતીય સેનાએ પીઓકેમાં રહેલા આતંકી ઠેકાણા ઉપર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. પર્રિકરના રક્ષામંત્રી રહેતા જ વન રેન્ક વન પેન્શન સ્કીમ લાગુ કરાઈ હતી.

મુખ્યમંત્રી બનવાવાળા પહેલા આઈઆઈટીયન હતા પર્રિકર

13 ડિસેમ્બર 1955ના રોજ ગોવાના માપુસામાં જન્મેલા પર્રિકર પહેલા એવા મુખ્યમંત્રી હતા જે આઈઆઈટી પાસ આઉટ હતા. જે ચાર વાર 2000-02, 2002-05, 2012-14 અને 14 માર્ચ 2017-17 માર્ચ 2019 સુધી ચાર વાર ગોવાના મુખ્યમંત્રી રહ્યા હતા. 2014માં જ્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર બની હતી ત્યારે PM નરેદ્ર મોદીએ કહ્યું કે તેઓ ગોવાની રાજનીતિ છોડીને કેન્દ્રની રાજનીતિમાં આવી જાય. ત્યારબાદ તેમને રક્ષામંત્રી બનાવવામાં આવ્યાં.

તેમની પત્નીનું પણ કેન્સરથી નિધન થયું હતું

પર્રિકરના પત્ની મેઘાનું 2001માં કેન્સરના કારણે નિધન થયું હતું. તેમના બે દીકરા ઉત્પલ અને અભિજાત છે. ઉત્પલે અમેરિકાની મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. અભિજાત બિઝનેસમેન છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments