પંચમહાલ : નર્મદા કેનાલમાંથી પાણી ચોરીને લઇને સઘન ચેકિંગ હાથ ધરાયું, 5 બકનળી અને પાઇપ જપ્ત

0
23

પંચમહાલ: પંચમહાલ જિલ્લામાં પસાર થતી નર્મદા કેનાલનું પાણી કચ્છ તરફ જાય છે. પંચમહાલ જિલ્લામાંથી પસાર થતી કેનાલમાંથી ચોરી છુપીથી બકનળી દ્વારા પાણી કાઢવામાં આવતું હોવાની ધટનાઓ પ્રકાશમાં આવી હતી. જેને લઇને પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તપાસના આદેશ આપ્યા હતા. નર્મદા ઓથોરીટી દ્વારા જિલ્લામાં પસાર થતી કેનાલ હાલોલ, કાલોલ અને ટુવા થઇને અન્ય જીલ્લામાં જાય છે. આજે સમગ્ર વિસ્તારોમાં નર્મદા કેનાલ પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. નર્મદા કેનાલ પરથી 5 જેટલી બકનળી અને પાઇપો નર્મદા વિભાગે જપ્ત કરી હતી.

રાત્રી દરમિયાન કેનાલમાંથી પાણી ચોરી છુપીને કાઢતાં હોય છે. નર્મદા વિભાગ દ્વારા ચોરી છુપીને કાઢતાં ખેડૂતોને નોટીસ આપીને કેનાલનું પાણી પીવા માટે હોવાથી પાણી નહીં કાઢવાની ચેતવણી આપી હતી. જ્યારે બીજી બાજુ ખેડૂતોને સિચાંઇનુ઼ પાણી ના મળતાં કેનાલમાથી પાણી કાઢીને ખેતીને જીવતદાન આપીએ છીએ. તેમ ખેડૂતો જણાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here