Sunday, November 28, 2021
Homeપંજાબમાંથી પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, સંતાઈને તસવીરો લઈ રહ્યો હતો
Array

પંજાબમાંથી પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, સંતાઈને તસવીરો લઈ રહ્યો હતો

ચંદીગઢઃ એક તરફ ભારત-પાક વચ્ચે 14મી ફેબ્રુઆરીએ થયેલા પુલવામા હુમલા પછી તણાવ ચરમસીમાએ છે. તેવા સમયે પંજાબનાં ફિરોજપુર ખાતેથી શુક્રવારે એક પાકિસ્તાની જાસૂસ ઝડપાયો છે. બોર્ડર સિક્યોરીટી ફોર્સ (BSF)એ તેને ઝડપી પાડી તેની પાસે રહેલો એક મોબાઈલ ફોન જપ્ત કર્યો હતો.

જાસૂસ 6 પાકિસ્તાની વોટ્સએપ ગ્રુપમાં સામેલ
પંજાબનાં ફિરોઝપુરમાં શુક્રવારે પાકિસ્તાન માટે કામ કરી રહેલા જાસૂસની ધરપકડ કરાઈ છે. બોર્ડર સિક્યોરીટી ફોર્સ (BSF)એ તેની પાસેથી પાકિસ્તાની સીમ સહિત એક ફોન પણ મળી આવ્યો છે. સૂત્રો પ્રમાણે પકડાયેલો જાસૂસ પાકિસ્તાનનાં 6 સંદિગ્ધ વોટ્સએપ ગ્રુપમાં સામેલ હતો.
સંતાઈને તસવીરો લઈ રહ્યો હતો
પાકિસ્તાની જાસૂસની ઓળખાણ 21 વર્ષીય મોહમ્મદ શાહરુખ તરીકે થઈ છે. જેને સરહદની બહારની પોસ્ટ પરથી સંદિગ્ધ પરિસ્થિતીઓમાં પકડવામાં આવ્યો છે. આરોપી જાસૂસ પોતાને ચાદરમાં લપેટીને તસવીરો ક્લિક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે તે ઉત્તરપ્રદેશનાં મુરાદાબાદનો રહેવાસી છે. તેની પાસેથી પાકિસ્તાન નાં વધુ 6 નંબરો મળી આવ્યા હતા.
આ અગાઉ પણ જાન્યુઆરીનાં છેલ્લા સપ્તાહમાં જ જાસૂસીનાં મામલામાં રાજસ્થાન પોલીસે દિલ્હીનાં 2 લોકોની ધરપકડ કરી હતી. બન્ને આરોપી સેનાનાં જવાનોને હનીટ્રેપ પર ફસાવતા હતા અને સેનાની અન્ય માહિતી પાકિસ્તાન મોકલતા હતા.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments