પંજાબ નેશનલ બેન્કના ગોટાળામાં બેન્કોને 21,000 હજાર કરોડના નુકસાનનો અંદાજઃ ટેકસ ડિપાર્ટમેન્ટ

0
35

નવી દિલ્હીઃ ટેકસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે દેશમાં થયેલા પંજાબ નેશનલ બેન્ક(PNB)ગોટાળામાં આપવામાં આવેલી લોન અને કોર્પોરેટ ગેરન્ટીના કારણે દેશની બેન્કોને 21,000 હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકશાન થવાની શકયતા છે.

ટેકસ ડિપાર્ટમેન્ટની એક નોટ પ્રમાણે માર્ચ 2017 સુધીમાં વિવિધ બેન્કોએ બિલયનર નિરવ મોદી અને તેના કાકા મેહુલ ચોકસી સાથે સંલગ્ન વિવિધ કંપનીઓને લોન અને ગેરન્ટીની રકમ મળીને કુલ 17,632 કરોડ રૂપિયા આપ્યા હતા. પંજાબ નેશનલ બેન્કની ફરિયાદ પ્રમાણે આ સમગ્ર ફ્રોડમાં મુંબઈ બ્રાન્ચના બે જુનિયર અધિકારીઓ સંડોવાયેલા છે. અને તેમણે મળીને નિરવ મોદી અને મેહુલ ચોકસીની કંપનીનેને “લેટર્સ ઓફ અન્ડરટેકિંગ’ ઈસ્યુ કર્યા છે. તેના કારણે તેમને ભારતની બેન્કોની વિદેશમાં સ્થિત બ્રાન્ચોમાં ક્રેડિટ મેળવવામાં મદદ મળી.

ઉલ્લેખનીય છે કે ચોકસીની ગીતાજલી જીમ્સ અને તેની સબસિડિયરીએ 32 જેટલી બેન્કો સાથે ડિલ કરી છે. આ પૈકીની કેટલીક કંપનીઓ જેમણે ચોકસી અને નીરવ મોદીને ક્રેડીટ આપી છે, તે ન્યુયોર્કથી બેજિંગ સુધી સ્ટોર્સની ચેન પણ ધરાવે છે. ક્રેડિટ આપનાર બેન્કમાં યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, અલ્હાબાદ બેન્ક અને એક્સિસ બેન્ક સહિતની બેન્કોનો સમાવેશ થાય છે. મોદીની ત્રણ કંપનીઓ સ્ટેલર ડાયમન્ડ, સોલર એક્સપર્ટ અને ડાયમન્ડ R Usને 39,929 કરોડ રૂપિયાની લોન આપી હતી. જયારે તેના પાર્ટનરની કેપિટલ 400 કરોડ રૂપિયા હતી. ઉલ્લેખનીય છે કે નીરવ મોદી અને મેહુલ ચોકસી ગત વર્ષે જાન્યુઆરીમાં જ ભારત છોડીને ભાગી ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here