પંજાબ-રાજસ્થાન ક્રિકેટ એસોસિએશને મોહાલી સ્ટેડિયમમાંથી પાક. ક્રિકેટરોની તસવીરો હટાવી

0
37

નેશનલ ડેસ્કઃ પુલવામામાં આંતકી હુમલા બાદ સમગ્ર દેશમાં આક્રોશનો માહોલ છે. હુમલાનો વિરોધ કરતા પંજાબ ક્રિકેટ એસોસિયેશનને આઈએસ બિંદ્રા સ્ટેડિયમ મોહાલીથી અને  રાજસ્થાન ક્રિકેટ એસોસિયેશને સ્વામી મનીસિંઘ સ્ટેડિયમમાંથી પાકિસ્તાની ખેલાડીઓની તસવીર હટાવી દીધી છે. પંજાબનાં સ્ટેડિમમાં પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન, જાવેદ મિયાંદાદ, શાહિદ અફ્રિદી જેવાં ખેલાડીઓની તસવીરો સામેલ છે. ભારત-પાકિસ્તાન વચ્ચે પંજાબનાં  મેદાન પર છેલ્લી મેચ 2011 વર્લ્ડકપમાં રમાઈ હતી.

PACનાં  નાણાકીય વહીવટી અધિકારી અજય ત્યાગીએ જણાવ્યું કે, આ નિર્ણય સંઘનાં અધિકારીઓએ લીધો છે. પીએસીએ દેશને એકજુથતા બતાવવાનો નિર્ણય કર્યો  છે. પુલવામા હુમલા બાદ દેશમાં ગુસ્સાનો માહોલ છે. પીસીએ દેશથી અલગ નથી. સ્ટેડિયમની ઘણી જગ્યાઓએ ક્રિકેટરોની 15 તસવીરો લાગેલી હતી.
બન્ને દેશો વચ્ચે 2011માં થયેલા સેમીફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 26 રનથી હરાવ્યુ હતુ. ત્યારે તે મેચને જોવા માટે ભારતનાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને પાકિસ્તાનનાં વડાપ્રધાન યુસુફ રઝા ગિલાની આવ્યા હતા. આ ઉપરાંત સોનિયા ગાંધી સાથે રાહુલ ગાંધી પણ સ્ટેડિયમમાં હાજર હતા.
અગાઉ ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયાએ શનિવારે તેમના એક રેસ્ટોરન્ટમાં લાગેલી પાકિસ્તાનનાં વડાપ્રધાન ઈમરાન ખાનની તસવીરને ઢાંકી દીધી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની મુખ્ય એકમ સીસીઆઈની કાર્યાલય મુંબઈનાં બ્રેબોર્ન સ્ટેડિયમમાં આવેલી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here