પંજાબ સરકારની યોજના : ખેડૂતો પેટ્રોલ અને ડીઝલ ઉધાર લે, પાક આવ્યાં બાદ પૈસાની ચૂકવણી કરે

0
27

ચંદીગઢ: પંજાબના ખેડૂતો ટૂંક સમયમાં જ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડના રિટેલ આઉટલેટ પરથી ઉધારમાં પેટ્રોલ અને ડીઝલ લઈ શકશે. તેમને પાક આવ્યા પછી તેની ચૂકવણી કરવાની સુવિધા આપવામાં આવશે.

પંજાબના સહકારિતા મંત્રી સુખજિંદર સિંહ રંધાવાએ બુધવારે જણાવ્યું કે, રાજ્ય સરકારે આ માટે ઈન્ડિયન ઓઈલ સાથે કરાર કર્યા છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન પંજાબમાં સહકારી સંસ્થાઓની ખાલી જમીન પર તેમના રિટેલ આઉટલેટ ખોલશે.

પહેલાં તબક્કામાં 15 આઉટલેટ ખોલવામાં આવશે
આ કરાર અંર્તગત આ આઉટલેટ અથવા પમ્પ સહકારી સંસ્થાઓમાં માર્કફેડ, મિલ્કફેડ, શુગરફેડ અને ગ્રામીણ કૃષિ સોસાયટીની ખાલી પડેલી જમીન પર ખોલવામાં આવશે. તેનો ખર્ચ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઉપાડશે. રંધાવાએ જણાવ્યું કે, સહકારી સુગર મિલ દ્વારા શેરડીના ખેડૂતોને મિલોમાં જ ઉધાર ઓઈલ સપ્લાય કરવામાં આવશે. હાલ પહેલાં તબક્કામાં 15 જગ્યાએ આઉટલેટ ખોલવામાં આવશે. ઈન્ડિયન ઓઈલના સુજોય ચૌધરીએ જણાવ્યું કે, ખેડૂતો માટે આ પ્રમાણેની એક નવી શરૂઆત કરનાર પંજાબ દેશનું પ્રથમ રાજ્ય હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here