વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સુખ શાંતિ લાવવા માટે અનેક ઉપાય આપણે કરીએ છીએ. જો કે આ ઉપાય કરતી વખતે કેટલીક ભુલ પણ આપણાથી થઈ જાય છે. આ ભુલના કારણે આપણે પાપના ભાગીદાર બનીએ છીએ. આવું જ કામ છે પક્ષીઓને ચણ આપવાનું, પક્ષીને ચણ આપવી આમ તો સામાન્ય વાત લાગે છે પરંતુ તે અત્યંત પુણ્યશાળી કાર્ય છે અને જો તેમાં ભુલ થાય તો વ્યક્તિ પાપના ભાગીદાર બની જાય છે.
પક્ષીને નિયમિત ચણ આપનાર વ્યક્તિ પર લક્ષ્મીજીની કૃપા હંમેશા જળવાઈ રહે છે. લોકો પોતાના ઘરની અગાસીમાં કે બાલકનીમાં પક્ષીઓ માટે ચણની વ્યવસ્થા રાખે છે. પરંતુ આ કામ સમજદારી પૂર્વક કરવું જોઈએ નહીં તો તેનાથી લાભ થવાને બદલે નુકસાન થઈ શકે છે. ચણ માટે આવતા પક્ષીઓમાં સૌથી વધારે કબૂતર આવે છે.
કબૂતર દાણા ખાવા આવે તેને શુભ ગણવામાં આવે છે. કબૂતર બુધ ગ્રહનો કારક છે. જ્યારે અગાસી રાહૂનો પ્રતીક છે. જ્યારે કબૂતર અગાસી પર દાણા ચણવા આવે છે ત્યારે રાહૂ અને બુધનો મેલ થાય છે.
અગાસી પર કબૂતર આવે ત્યારે ત્યાં ગંદકી પણ થાય છે. જો આ જગ્યા તમે નિયમિત રીતે સાફ કરો તો સમસ્યા નથી સર્જાતી પરંતુ આ જગ્યા ગંદી હશે તો તેનો અશુભ પ્રભાવ સહન કરવો પડશે. આ પ્રભાવની અસર ઘરના લોકો પર પણ થઈ શકે છે.