એક નગરસેવક પોતાના જ પક્ષના વિરોધમાં ઉતરી આવે તો, એક નગર સેવક પોતાના જ પક્ષના નેતાઓ અને અધિકારીઓની પોલખોલે તો, સૌકોઈ દોડતા થઈ જાયને, આવું જ કાંઈક વડોદરામાં બન્યું. જ્યાં ભાજપના એક કોર્પોરેટરે પોતાના જ પક્ષ સામે વિરોધ નોંધાવ્યો.
આ નેતા જે નોંધાર પાણીએ રડી રહ્યા છે. આ વલસાડના નગરપાલિકાના સભ્ય પ્રવિણ કચ્છી છે. જેઓએ આજે પોતાના પક્ષના નેતાઓ અને અધિકારીઓની પોલ ખોલતા વિરોધ નોંધાવ્યો હતો. પ્રવિણ કચ્છી વલસાડ નગરપાલિકાના પગથિયા પર નાળિયેર મૂકી પૂજા કરી ધરણા પર બેસી ગયા હતા. રડતા રડતા પાલિકાના શાસકોને લીકેજ થઈ રહેલું પાણી બંધ કરવા માટે રજૂઆત કરી હતી.
મહત્વનું છે કે, વલસાડ નગરપાલિકાના નવા મકાનમાં છેલ્લા બે મહિનાથી પાણી ટપકી રહ્યું છે. જેને બંધ કરાવવા માટે અવારનવાર બાંધકામ સમિતિના ચેરમેન અને પાલિકાના ચીફ ઓફિસરને પ્રવિણ કચ્છીએ રજૂઆત કરી. રજૂઆત કર્યાના બે મહિના વીતી ગયા છતાં કોઈ એ વાત પર ધ્યાન ન આપ્યું. જેથી પ્રવિણ કચ્છીએ ભાજપ સામે જ વિરોધ નોંધાવ્યો.
જોકે તેના વિરોધ બાદ તંત્રના અધિકારીઓએ તાત્કાલિક પાણી બંધ કરાવવાની ખાત્રી આપી છે. પરંતુ અત્યાર સુધી અધિકારીઓ ક્યાં ઊંઘી રહ્યા હતા તે સૌથી મોટો સવાલ છે.