પટનામાં આજે રાહુલની રેલીઃ તેજસ્વી સહિત મહાગઠબંધનના નેતા અને 3 CM સામેલ થશે

0
13

પટનાઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રવિવારે પટનાના ગાંધી મેદાનમાં જન આકાંક્ષા રેલીને સંબોધિત કરશે. જેમાં કોંગ્રેસની સાથે વિપક્ષની એકજુટતા અને બિહારમાં મહાગઠબંધનની તસવીર રજૂ કરવાના પ્રયાસો પણ કરશે. રાહુલ સવારે 11 વાગ્યે પટના પહોંચશે અને લગભગ 5 કલાક પટનામાં રોકાઈ દિલ્હી પરત ફરશે.

મંચ પર મહાગઠબંધનની એકજુટતા દેખાશે

કોંગ્રેસની રેલીમાં મંચ પર RJD નેતા તેજસ્વી યાદવ, NDAથી અલગ થયેલાં RLSP નેતા ઉપેન્દ્ર કુશવાહા, હિંદુસ્તાન અવામ મોર્ચાના નેતા જીતનરામ માંઝી, લોકતાંત્રિક જનતા દળના પ્રમુખ શરદ યાદવ, વિકાસશીલ ઈન્સાન પાર્ટીના નેતા મુકેશ સાહની, CPIના નેતા સત્યનારાયાણ સિંહ, CPMના અવધેશ કુમાર અને બિહાર ભાકપા-માલેના કૃણાલ દેખાશે. તે સાથે જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પણ હાજર રહેશે.

કોંગ્રેસના દાવા- રેલીમાં 5 લાખ લોકો એકઠાં થશે

કોંગ્રેસ 28 વર્ષ પછી પટનાના ગાંધી મેદાનમાં રેલી કરવા જઈ રહી છે. આ પહેલાં પાર્ટી અધ્યક્ષ તરીકે રાજીવ ગાંધીએ 1989માં ગાંધી મેદાનમાં રેલી કરી હતી. ગાંધી મેદાન આખું ભરાય તે પડકાર દરેક પક્ષને હોય છે. ત્યારે બિહાર કોંગ્રેસના નેતા છેલ્લાં એક મહિનાથી સક્રિય રીતે રેલીની તૈયારીઓ કરી રહ્યાં છે. પાર્ટી નેતાઓનો દાવો છે કે ગાંધી મેદાનમાં પાંચ લાખ લોકો જોડાશે. ગત એક સપ્તાહથી કોંગ્રેસ શહેરથી લઈને ગામ સુધી ગલી-ગલી જઈને રેલીમાં આવવાની અપીલ કરી રહ્યાં છે. રેલીમાં ભીડ એકઠી કરવા માટે અપક્ષ ધારાસભ્ય અનંત સિંહ પણ કોંગ્રેસની મદદ કરી રહ્યાં છે. પટનાના દરેક ચાર રસ્તા પર કોંગ્રેસના પોસ્ટર અને હોર્ડિગ્સ ગોઠવવામાં આવ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here