પટાવાળાની દીકરી આશિયા ધોરણ-10ની ટોપર, પિતાની છત્રછાયા ગુમાવનાર પુત્રને માતાએ તેજસ્વી બનાવ્યો

0
58

અમદાવાદ: આજે ધોરણ-10નું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં તેજસ્વીનું બિરૂદ મેળવનાર મોટા ભાગના વિદ્યાર્થીઓ સામાન્ય ઘરના છે. તો કેટલાક વિદ્યાર્થિઓના માથે પિતાની છત્રછાયા ન હોવા છતા માતાએ પેટે પાટા બાંધીને બાળકોને ભણાવ્યા છે. અમદાવાદની જમાલપુર વિસ્તારમાં રહેતી અને એફ.ડી સ્કૂલમાં ભણતી વિદ્યાર્થિની આશિયા સિદ્દકી  ધોરણ-10માં 99.45 PR સાથે પાસ થઈ છે. તેના પિતા એક કોલેજમાં પટાવાળા છે. ઘરમાં ત્રણ બહેનો જ છે. માતા ઘરકામ કરે છે અને સિદ્દકીને મેડીકલમાં જવાની ઈચ્છા છે.

પિતાની છત્રછાયા ગુમાવનાર મિહિરને માતાએ પેટે પાટા બાંધીને ભણાવ્યો

અમદાવાદનો મિહિર કોશરેકર જે ધોરણ-10માં 99.79 PR સાથે ઉત્તીર્ણ થયો છે. તે 9 માસનો હતો ત્યારે જ તેના પિતા મૃત્યુ પામ્યા હતા. ભાઈ અને માતાએ ભણાવીને આગળ વધાર્યો. આજે જે પણ કાઈ છું એ માતાના કારણે. માતા કોમ્પ્યુટર કંપનીમાં એકાઉન્ટ વિભાગમાં 10 હજારની નોકરી કરી બંને બાળકોને ભણાવ્યા. મિહિરના માતાએ  જણાવ્યું હતું કે, સાસરા તરફથી કોઈ સહારો ન મળ્યો પણ પતિ જતા રહેતા મોટી જવાબદારી આવી અને તેને ડર્યા વગર નિભાવી . આગળ બંને પુત્રોને એન્જીનીયર થતા જોવા માંગુ છું. મહિને એક હજાર બચે તેમાં આ બાળકોને મોજશોખ કરાવું છું.

91% પરિણામ મેળવનાર નિખિલને ભવિષ્યમાં બિઝનેસમેન બનવાની ઈચ્છા

પાંજરાપોળમાં રહેતા અને શાહીબાગની HB કાપડિયા સ્કૂલમાં ભણતા નિખિલ રાણાને ધોરણ-10માં 99.50PR અને 91% સાથે ઉત્તીર્ણ થયો છે. નિખિલના પિતા ઘી કાંટામાં સોડાની લારી છે, નિખિલ 2 કલાક મહેનત કરે છે અને ત્યારબાદ સતત વાંચન અને પેપર સોલ્વ કરતો. ભવિષ્યમાં કોમર્સમાં અભ્યાસ કરીને બિઝનેસમેન બનવાની ઈચ્છા છે.

રિક્ષાચાલકના પુત્રએ ધોરણ-10માં 93% મેળવ્યા

અમદાવાદનો અઝીમ મોહમ્મદ સંઘરીયાતે ધોરણ-10માં 99.73PR અને 93% મેળવ્યા છે. તે મક્તમપૂરામાં અભ્યાસ કરે છે. તેના પિતા રિક્ષા ચલાવે છે. અને માતા ઘરકામ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here