પટેલ નાં મતો માટે ભાજપ રમશે મોટો દાવ: ‘ઓપરેશન પાટીદાર’ કૉંગ્રેસ જોતું રહી જશે, મોદી ની પટેલ યાત્રા ફળશે!!

0
42

ગુજરાત માટે પાટીદાર લોકો ચૂંટણી બાબતે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે અને એ માટે જ મોદીજી આ વખતે કડવા અને લેવા પટેલમાં પ્રચાર માટે આવ્યાં હતા. લોકસભા હોય કે વિધાનસભા ગુજરાતની દરેક ચૂંટણીમાં બધા જ પક્ષ માટે પાટીદાર એ એક અગત્યનું ફેક્ટર છે. ત્યારે વિધાનસભા ચૂંટણીની જેમ લોકસભામાં પણ પાટીદાર આંદોલનની અસર જોવા મળવાની છે. હાર્દિક પટેલની ચૂંટણી લડવાની જાહેરાત બાદ અન્ય પાટીદાર આગેવાનોના નામ પણ ચર્ચામાં આવ્યા છે.

ભાજપ હવે ગેમ રમવાનો વિચાર કરી રહી છે. અને એ ભાજપ પાટીદારોને રીઝવવા માટે ત્રણ દિગ્ગજો ટિકીટ આપે તેવી પૂરેપૂરી શક્યતા છે. એ બેઠકમાં જો વાત કરીએ તો રાજકોટ બેઠક પર પરેશ ગજેરા, અમદાવાદ પૂર્વ અને મહેસાણા બેઠક માટે સી.કે.પટેલ તથા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. તો આવો જાણીએ કે કોણ છે આ ત્રણ નેતાઓ.

નરેશ પટેલ

નરેશ પટેલ એ લેઉવા પટેલના મોટા સંગઠન અને પટેલ સમાજની આસ્થાના કેન્દ્ર એવા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન છે. તે ઘણા લોકપ્રિય આગેવાન છે. નરેશ પટેલ પાટીદાર અનામત આંદોલન તથા તેના બાદ વિધાનસભાની ચૂંટણીથી ચર્ચામાં આવ્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં એક તરફ રાહુલ ગાંધીએ ખોડલધામ મંદિરના દર્શન કર્યા હતા. તો ચૂંટણીના આગામી દિવસે જ નરેશ પટેલે ભાજપને ટેકો જાહેર કર્યો હતો. આમ તેઓ પાટીદાર ફેક્ટર અને રાજકારણમાં મોટું સ્થાન ધરાવે છે.

પરેશ ગજેરા

ગુજરાતમાં સૌથી નાની વયના કોર્પોરેટર પરેશભાઈ ગજેરા છે. પરેશ ગજેરા વર્ષ 2000માં કોંગ્રેસમાંથી વોર્ડ નંબર 17માંથી ચૂંટણી લડી કોર્પોરેટર બન્યા હતા. વર્ષ 2001થી નરેશભાઈ પટેલ સાથે જોડાયેલા છે. ખોડલધામ ટ્રસ્ટની સ્થાપના વર્ષ 2009માં થઈ ત્યારથી પરેશભાઈ ખોડલધામ ટ્રસ્ટ સાથે જોડાયા હતા અને 21 જાન્યુઆરી, 2017માં ટ્રસ્ટના પ્રમુખ બન્યા હતા. થોડા સમય પહેલા તેમણે ખોડલધામમાંથી રાજીનામુ આપ્યું હતું. વર્ષ 2017થી તેઓ ક્રેડાઈના ગુજરાત પ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સી.કે.પટેલ

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સંયોજક સી.કે. પટેલની બીજી ઓળખ એનઆરઆઈ ગુજરાતી તરીકેની છે. તાજેતરમાં જ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કાર્યક્રમમાં તેઓ મુખ્ય રોલમાં હતા, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન કડવા પટેલો માટે કેન્દ્રનું સ્થાન છે. આજકાલ પાટીદારો અને સરકાર વચ્ચે મધ્યસ્થી બનાવાની તેમની નવી છાપ ઉભરી રહી છે. 2007માં તેઓ હિમંતનગરની બેઠક પરથી કોંગ્રેસ માટે વિધાનસભાનું ઈલેક્શન લડ્યા હતા, પરંતુ તેમાં હારી ગયા હતા. પણ, તેના બીજા જ વર્ષે તેઓ ભાજપમાં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here