Thursday, October 21, 2021
Homeપડધરીના મોટા રામપર ગામે જીરૂનો પાક નિષ્ફળ જતા ખેડૂતે અગ્નિસ્નાન કરતા મોત
Array

પડધરીના મોટા રામપર ગામે જીરૂનો પાક નિષ્ફળ જતા ખેડૂતે અગ્નિસ્નાન કરતા મોત

રાજકોટ: પડધરી તાલુકાના મોટા રામપર ગામમાં 51 વર્ષીય ખેડૂત સવજીભાઇ નરભેરામભાઇ ભોજાણીએ જીરૂનો પાક નિષ્ફળ જતા પોતાના શરીરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતા તેને હોસ્પિટલ ખસેડ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. સવજીભાઇએ આત્મહત્યા કરી લેતા નાના એવા ગામમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.

સવજીભાઇની આર્થિક સ્થિતિ એટલી નબળી હતી કે ઘરમાં તેમના અંતિમસંસ્કાર કરી શકાય તેટલા પણ પૈસા નહોતા. આથી ગ્રામજનો અને પરિવારજનોએ અંતિમવિધિ માટે પૈસા એકત્ર કરી અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા તેવું ગ્રામજનોમાંથી જાણવા મળ્યું છે. સવજીભાઇએ વહેલી સવારે ત્રણ વાગે પોતાની જાત જલાવી હતી. આ ઉપરાંત ગામના વર્તુળોમાંથી જાણવા મળ્યું હતું કે, સવજીભાઇએ ગૃહકંકાસને કારણે આત્મહત્યા કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments