પતિ નિકનો હાથ પકડીને ડિનર ડેટ પર પહોંચી પ્રિયંકા, ગ્લેમરસ Photos આવી સામે

0
31

અભિનેત્રી પ્રિયંકા ચોપડાની હાલમાં જ અમૂક તસ્વીરો સામે આવી છે. આ તસ્વીરો લૉસ એન્જલસની છે. આ તસ્વીરોમાં તેણી પોતાના પતિ નિક જોનસ સાથે જોવા મળી રહી છે. આ દરમ્યાન પીસીએ ડેનિમ જીન્સની સાથે વ્હાઇટ ટૉપ પર પીળા કલરનો લૉન્ગ કોટ પહેર્યો હતો.

તો નિક ડેનિમ જીન્સ, ટી-શર્ટ અને જેકેટમાં ઘણો કૂલ લાગી રહ્યો હતો. અત્યારે બંનેએ વ્હાઈટ કલરના શૂટ વિયર કર્યા હતાં. જાણકારી માટે જણાવવાનુ કે એકબીજાનો હાથ પકડીને ફરી રહેલુ આ દંપત્તિ ડિનર ડેટ માટે ગયુ હતું. તસ્વીરોમાં બંનેની લવ કેમેસ્ટ્રી સ્પષ્ટ જોવા મળી રહી હતી.

બંનેના રીતિ-રીવાજ મુજબ થયા હતા નિકયંકાના લગ્ન

પ્રિયંકાએ ગયા વર્ષે અમેરીકન સિંગર નિક સાથે લગ્ન કર્યા હતાં. બંનેએ 1 અને 2 ડિસેમ્બરે કેથોલિક અને હિન્દૂ રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા હતાં. લગ્નમાં તેમના પરીવાર સહિત 80 સભ્યો સામેલ થયાં.

વર્કફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા ચોપડા ફરહાન અખ્તરની ફિલ્મ ‘ધ સ્કાઈ ઈજ પિન્ક’ કરી રહી છે. આ ફિલ્મના અમૂક ભાગનુ શૂટિંગ પ્રિયંકાએ લગ્ન પહેલા જ કર્યુ હતું. ફિલ્મનુ નિર્દેશન સોનાલી બોસ કરી રહી છે. ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ આયશા ચૌધરીની બાયોપિક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here