Sunday, October 24, 2021
Homeપત્થરબાજોને છેલ્લી વખત ચેતવણી, હવે એકાઉન્ટર સાઈટ પર આવ્યાં તો ભોગવવા માટે...
Array

પત્થરબાજોને છેલ્લી વખત ચેતવણી, હવે એકાઉન્ટર સાઈટ પર આવ્યાં તો ભોગવવા માટે તૈયાર રહેજો

જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલા હુમલા અને ત્યારબાદ થયેલા ફાયરીંગ સંબંધમાં સલામતી દળો વતી એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં ચીનાર કોર્પ્સના લેફ્ટિનન્ટ જનરલ કેજીએસ ઢિલોને જાણકારી આપી કે સુરક્ષા દળોએ 100 કલાકની અંદર પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડ કામરાનને મારી નાખ્યો છે. તેમજ તેણે ખીણમાં પત્થબાજી કરતા લોકોને પણ ચેતવણી આપી છે. કે મહેરબાની કરીને એનકાઉન્ટર સાઈટ પર આવતા નહીં. નહીંતર જે કંઈ થાય એના જવાબદાર તમે રહેશો.

તેમણે જમ્મુ અને કાશ્મીરની માતાઓને તેમના બાળકોને સમજાવવા અને સરેન્ડર કરવા પણ કહ્યું છે. તેમણે કહ્યું હતું કે આર્મી સામે સરેન્ડર કરી દે. બાકી હવે જો કોઈએ પણ સૈન્ય સામે બંદૂક ઉઠાવી છે, તો તેને મારી નાખવામાં આવશે. તેમણે કહ્યું હતું કે અમે નથી ઈચ્છતા કે કોઈ નાગરિકને ઇજા પહોંચે.

111,278 પાકિસ્તાનીઓને કહ્યું કે 48 કલાકમાં જ શહેર ખાલી કરો, નહીં જાવ તો ધક્કા મારી મારીને કાઢશું

પુલવામા આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને બીકાનેર જિલ્લાના કલેકટર કુમારપાલ ગૌતમએ બીકાનેર જીલ્લામાં રહેતા તમામ પાકિસ્તાની નાગરિકોને 48 કલાકની અંદર જિલ્લો છોડી જવા કહ્યું છે. જીલ્લા મેજિસ્ટ્રેટે સમગ્ર જીલ્લામાં કલમ 144 લાગુ કરી દીધી છે.

જેના આધારે જો કોઈ પાકિસ્તાની નાગરિક જિલ્લાની સિમા મર્યાદામાં હાજર હોય તો તેને પોતે જ જિલ્લામાંથી બહાર જવું પડશે. આ પછી તેમની વિરુદ્ધ કડક પગલાં લઈને ધક્કા મારીને જિલ્લામાંથી બહાર કાઢી મૂકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે બીકાનેરમાં પાકિસ્તાની માણસોનો આકડો 111,278 છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments