Tuesday, January 18, 2022
Homeપત્નીના અન્ય પુરુષો સાથેના સંબંધોથી કંટાળી CISFના જવાને આપઘાત કર્યો
Array

પત્નીના અન્ય પુરુષો સાથેના સંબંધોથી કંટાળી CISFના જવાને આપઘાત કર્યો

અમદાવાદ: મૂળ ત્રિપૂરાનો રહેવાસી અને હાલમાં અમદાવાદ એરપોર્ટ પર CISF માં ફરજ બજાવતા જવાને પત્ની ના અન્ય પુરુષો સાથે સંબંધોથી કંટાળીને આપધાત કર્યો હતો. પત્નીના તેમજ સાસરિયા સહિતના લોકોએ સતત હેરાનગતિ થી ડિપ્રેશનમાં આવી ગયો હતો. આ મામલે મેઘાણીનગર પોલીસે જવાનની પત્ની અને સાસરિયા સહિત 6 લોકો સામે આત્મહત્યાના દુષ્પ્રેરણ અંગે ગુનો દાખલ કર્યો છે.

CISFના જવાને 8 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા
મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ત્રિપૂરાના ગુદાપાડામાં રહેતા ગુનોસિંધુ રોયનો પુત્ર કૌશિક રોય અમદાવાદના મેઘાણીનગરની આદર્શ સોસાયટીમાં રહેતો હતો અને અમદાવાદ એરપોર્ટ પર CISF માં ફરજ બજાવતો હતો. વર્ષ-2011માં કૌશિકને ત્રિપૂરાની લક્ષ્મી નામની યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો અને લગ્ન કરી લીધા હતા. વર્ષ 2015માં તેઓએ ઘરવાળાની સંમત્તિથી શાસ્ત્રોક્ત લગ્ન કર્યા હતા. લગ્ન બાદ લક્ષ્મી તેના સાસરિયામાં રહેતી હતી. તે દરમિયાન ઘરમાં વારંવાર ઝગડા કરીને ગળેફાંસો ખાવા પ્રયત્નો કર્યો હતા.
અમદાવાદ આવ્યા બાદ પત્ની અન્ય વ્યક્તિઓ સાથે હરવા-ફરવા લાગી
કૌશિકે દોઢ મહિના પહેલા અમદાવાદ એરપોર્ટ બદલી કરાવી લેતા લક્ષ્મી પણ અમદાવાદ આવી હતી. અમદાવાદ આવ્યા બાદ તે અવારનવાર બહાર અન્ય વ્યક્તિઓ સાથે ફરવા જતી હતી. અન્ય વ્યક્તિઓ સાથે સંબંધો અંગે કૌશિકને જાણ થતા ડિપ્રેશનમાં આવી ગયો હતો. કૌશિકના માતા-પિતા પણ અમદાવાદ રહેવા આવ્યા ત્યારે તેમને જાણ થઈ હતી કે કૌશિકની ગેરહાજરીમાં પરપુરુષો ઘરમાં આવતા જતા હતા.
કૌશિક અને તેના ઘરવાળાએ રંગેહાથે ઝડપી હતી
એક દિવસ મોડીરાત્રે લક્ષ્મી ધાબા પર જતી હતી ત્યારે કૌશિકના માતા-પિતાએ તેનો પીછો કરી જોતા મકાન માલિકના પુત્ર સાથે રંગરેલીયા મનાવતા જોઈ ગયા હતા. થોડા દિવસ બાદ કૌશિકને પણ આ રીતે તેના માતા-પિતાએ ધાબા પર બોલાવી લક્ષ્મીની કરતુતો બતાવી હતી. તે સમયે રંગેહાથ બંનેને ઝડપી લેતા મકાન માલિકના પુત્રો સાથે મારામારી પણ થઈ હતી. લક્ષ્મીને આ બાબતે સમજાવતા તે માની ન હતી અને ઉલ્ટાનું કૌશિકના માતા-પિતાને ઘરમાંથી બહાર કાઢી મુક્યા હતા.
કૌશિક ડિપ્રેશનમાં રહેવા લાગ્યો
કૌશિક જ્યારે તેના માતા-પિતા સાથે છુપાઈને વાતચીત કરતો હતો ત્યારે ચિંતામાં રહેતો હોય તેમ લાગતો હતો. લક્ષ્મીને સમજાવવા છતા પણ તે સમજતી ન હતી. ફોન પર કૌશિક વાતચીત કરતો હતો ત્યારે સામેવાળી વ્યક્તિ કોઈ વસ્તુ કરવા માટે માનસિક દબાણ કરતો હતો પરંતુ કૌશિક તે કરવા તૈયાર ન હોવાનું તેના માતા-પિતાને જણાયું હતું.
અંતે કૌશિકે કંટાળી સુસાઈડ કર્યું
કૌશિકે 7 જુલાઈ 2018ના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બીજા દિવસે પોસ્ટમોર્ટમ બાદ તેના મૃતદેહને ત્રિપૂરા લાવવામાં આવી હતી ત્યારે તેના શરીર પર ઈજાના નિશાન અને મોમાંફી ફીણ નીકળતું હતું. ત્રિપૂરા ખાતે આવેલા ઘરમાં તપાસ કરતા કૌશિકની એક ડાયરી મળી આવી હતી. જેમાં હિન્દીમાં કઈક લખ્યું હતું.
મેઘાણીનગર પોલીસે વિશેરા તપાસ માટે FSLમાં ન મોકલ્યા
પીએમ રિપોર્ટમાં ઓક્સીજનના અભાવે શ્વાસ રોકાઈ જવાથી મૃત્યુ થયુ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. કૌશિકની હત્યા કરવામાં આવી હોવાની શંકાને લઈ ફોરેન્સિક રિપોર્ટ કરાવવા તેમજ તેઓ ફરિયાદ કરવા અમદાવાદ આવ્યા હતા ત્યારે મેઘાણીનગર પોલીસ વિશેરા FSLમાં મોકલીએ છીએ અને ત્રણ-ચાર મહિના પછી રિપોર્ટ આવે ત્યારે આવજો તેવું કહ્યું હતું. તે દરમિયાન અમદાવાદ આવી તપાસ કરતા પોલીસે વિશેરા FSLમાં મોકલ્યા ન હોવાનું અને કેસને અકસ્માતે મોત ગણી બંઘ કરી દીધો હતો.
પોલીસે જવાનના પરિવારને ગેરમાર્ગે દોર્યા
ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે કૌશિકના મૃત્યુની તપાસ કરતા અધિકારીએ તેઓને ગેરમાર્ગે દોર્યા છે અને સાચી હકીકત છુપાવી અપૂર્તિ તપાસ કરી છે. બનાવ સંદર્ભે મહત્વપૂર્ણ પુરાવાઓ કબ્જે ન કરી ઈરાદાપૂર્વક ખામી દર્શાવી છે. જેથી કૌશિકના માતા-પિતાએ ચીફ મેટ્રો કોર્ટમાં ફરિયાદ કરી હતી. કોર્ટેના આદેશ બાદ મેઘાણીનગર પોલીસે ફરિયાદ નોંધી હતી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular