Thursday, September 23, 2021
Homeપત્નીની મદદ કરવા આવેલ મિત્રને પતિએ છરાથી ઉપરા છાપરી ઘા મારી કરી...
Array

પત્નીની મદદ કરવા આવેલ મિત્રને પતિએ છરાથી ઉપરા છાપરી ઘા મારી કરી હત્યા

સુરતઃ ઓલપાડ તાલુકાના ઉમરા ગામે ભાડાનું મકાન રાખીને અલગ રહેતા પતિ- પત્ની વચ્ચે ઝઘડો થતા કંટાળીને પત્ની પિયરમાં રહેવા આવી  ગઈ હતી. પત્ની ભાડાના મકાનમાં રાખેલ સમાન ખાલી કરવા માટે પોતાના મિત્ર સાથે આવી હતી ત્યારે પતિ આવેશમાં આવી દિયર સાથે છરાથી જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારે પત્ની  ભાગી ગઈ હતી, પત્નીની મદદ કરવા આવેલ મિત્રને પતિએ છરાથી ઉપરા છાપરી ઘા મારી હત્યા કરવાની ચોંકાવનારી ઘટના બનતા પોલીસ દોડતી થઈ હતી.

પતિ-પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડો થતો હતો
1.વિગતવાર માહિતી મુજબ ઓલપાડ તાલુકાના ઉમરા ગામે આવેલ શિવપાર્ક રેસીડન્સી બિલ્ડીંગ નંબર સી/1 ત્રીજા માળે પરિવાર સાથે રિયાનો તેના ઘરની સામેના ફ્લેટમાં રહેતા પ્રિતેશ દેવજી ડાભી નામના યુવક સાથે તેને પ્રેમ સંબંધ પાંગર્યો હતો. જે બાદ બંનેએ 18/09/2018ના રોજ વરાછા મંદિરમાં લગ્ન કરી લીધા હતા. પરંતુ રિયાના લગ્નનો તેના સાસુ સસરા એ સ્વીકાર ન કરતા તેમણે ઉમરા ગામે આવેલ શિવપાર્ક રેસીડન્સી બિલ્ડીંગ નંબર સી/1 ત્રીજા માળે રૂમ નંબર 301 ભાડે રાખી તેમાં અલગ રહેતા હતાં. પ્રિતેશ ડાભી લગ્ન સમયે હીરા ઘસવાનું કામ કરતો હતો. લગ્નના થોડા દિવસ બાદ તે નોકરી પર જવાનું બંધ કરતા પ્રિતેશ અને રિયા વચ્ચે અવર નવર ઝઘડો થતો હતો. ત્યારે ગત તારીખ 2/2/19 ના રોજ પતિ પત્ની વચ્ચે ઝગડો થતા પ્રિતેશે રિયાને માર મારવા સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી રિયાએ  ઓલપાડ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ તે સુરત કતારગામ ખાતે રહેતી તેની માતાને ત્યાં રહેવા ચાલી ગઈ હતી.
છરા વડે હુમલો કર્યો
2.પ્રિતેશ રિયાને ફોન કરીને માનસિક ત્રાસ આપતો હતો. રિયા ફરીવારની ગ્રામ્ય મહિલા પોલીસમાં ફરિયાદ આપી હતી. ત્યારે ઉમરા ખાતે ભાડે રાખેલ રૂમનો માલિક બેન્કના હપ્તા ન ભરાતા બેન્ક તરફથી ઘર સીલ મારવાનું હોવાથી રીયાબહેનને તેમનો સામાન ખાલી કરવા કહેતા હતાં. રિયા ડાભી તેનો મિત્ર ગોરધન વેલજી ભુવા (રહે અક્ષરધામ સોસાયટી, વરાછા) ને મદદ માટે આવવાનું કહ્યું હતું. ગોરધન તેના અન્ય મિત્રો સાથે ઉમરા ગામે રિયાનો સામાન ખાલી કરવા આવ્યો હતો. ત્યારે શિવ પાર્કની અચાનક લિફ્ટ બંધ થતા રિયા  નીચે લિફ્ટ ચાલુ કરવા આવી હતી. ત્યારે ત્યાં નીચે હાથમાં છરો લઈએ ઉભેલો તેનો પતિ પ્રિતેશ ડાભીએ તેના પર જીવલેણ હુમલો કરી માથાના ભાગે ગંભીર ઇજા કરી હતી.
પત્નીને ગંભીર ઈજા થઈ
3.બચવા ભાગતા તેની સાસુ મંજુબહેન દેવજીભાઈ ડાભીએ પ્રિતેશનો શર્ટ પકડી ખેંચી લેતા તે બચી ગઈ હતી. ત્યારે જ તેનો દિયર અનિલ પણ છરો લઈને આવી રિયા પર હુમલો કરી ડાબા હાથના અંગુઠા પર  હુમલો કર્યો હતો. આ વખતે તેનો બચાવ કરવા ત્યાં આવેલા રિયાન મિત્ર ગોરધનભાઈ પર પ્રિતેશે  છરાથી હુમલો કરી ઉપરા છાપરી ઘા મારતા તેનું ઘટના સ્થળે મોત નીપજાવેલ હતું.  જયારે રિયાને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે સાયણ સરકારી દવાખાને લાવી પોલીસે તપાસ હાથ ધરી હતી.
સંબંધ તોડી એકલી રહેવા માંગતી હતી
4.ભોગ બનનાર રિયાબેન ડાભીએ જણાવ્યું હતું કે, મારા પતિ પ્રિતેશ એ મરણજનાર ગોરધનભાઈ પાસે સોનાની ચેન ગીરવે મૂકી રૂપિયા 1.50 લાખ વ્યાજે લીધા હતા ત્યારે અમે તે રૂપિયાથી હોટલ ચાલુ કરે અને તેમાં ખોટ જતા હોટલ પાછી બંધ કરતા મેં તેમાંથી આવેલા રૂપિયા ગોરધનભાઈ ને પરત આપવા પ્રિતેશને આપેલા જે રૂપિયા પ્રિતેશ ખર્ચ કરીજતા તે રૂપિયાની ગોરધનભાઈ ઉઘરાણી કરતા પ્રિતેશ દારૂ પી ને ગોરધન ભાઈ સાથે અવાર નવાર ઝગડો કરતો હતો. આટલુંજ નહીં પણ આબાબતે હું પણ પ્રિતેશને કહેતી હતી કે તું રૂપિયા આપેતો હું મારી સોનાની ચેન છોળાવી લેવું, આટલુંજ નહીં પણ મેં પ્રિતેશ સાથે પ્રેમલગ્ન કર્યાછે તે આ બાબતે મારા પરિવાર જનોને ખબર ન હોઈ હું તેની સાથે છૂટું કરી એકલી રહેવા માંગતી હતી.
પોલીસ ફરિયાદની અદાવતમાં હત્યા કરાઇ
5.પ્રેમ લગ્નના 6 મહિનાના ટૂંકા લગ્ન સમય ગાળા બાદ પ્રિતેશ કામ ધંધો ન કરતા પતિ પત્ની વચ્ચે થતા આવેલા ઝગડામાં રિયા એ પતિ પ્રિતેશ વિરુદ્ધ પોલીસમાં બે વાર ફરિયાદ કરેલી તે  બાબતે ફોન પર ધમકી આપી માનસિક ત્રાસ આપતો હતો ત્યારે રિયા દ્વારા પોલીસ ફરિયાદ કરવાની અદાવત રાખી તેણે આવેશમાં આવીને રિયા ને જાનથી મારી નાખવા હુમલો કરવાનું કહેવાય છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments