Monday, October 18, 2021
Homeપત્ની તરીકે દીપિકા છે 'બેસ્ટ', જમવામાં રણવીર માટે બનાવે છે સ્વાદિષ્ટ વાનગીઓ
Array

પત્ની તરીકે દીપિકા છે ‘બેસ્ટ’, જમવામાં રણવીર માટે બનાવે છે સ્વાદિષ્ટ વાનગીઓ

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બોલિવુડના હોટ કપલ્સ પૈકીના એક છે. લગ્ન પછી બંને અવારનવાર મીડિયા સામે એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરી ચૂક્યા છે. રણવીર દીપિકાનું કેટલુ ધ્યાન રાખે છે તે હાલમાં જ એક વીડિયોમાં જોવા મળ્યુ હતુ. જેમાં રણવીર બધાની સામે દીપિકાનું પેન્ટ સાફ કરી આપે છે. દીપિકા પણ પોતાના પતિનું ધ્યાન રાખવામાં પાછળ નથી. તાજેતરમાં જ રણવીરે પોતાની અપકમિંગ ફિલ્મ ‘ગલી બૉય’ના પ્રમોશન દરમિયાન લગ્નજીવન વિશે વાતો કરી.

રણવીરે જણાવ્યુ કે, દીપિકા તેના માટે કઇ વાનગી બનાવે છે. આ વાત કહેતી વખતે રણવીરનો ચહેરો લાલ થઇ ગયો હતો. રણવીરે કહ્યુ કે, ”હું ખૂબ જ ખુશ થયો જ્યારે દીપિકાએ મને રસમ અને ભાત ખવડાવ્યા. જે દીપિકાએ પોતાના હાથે બનાવ્યા હતા.” જણાવી દઇએ કે, દીપિકા મૂળ સાઉથ ઇન્ડિયન છે અને ત્યાં આ વાનગી ખૂબ જ પૉપ્યુલર છે.

રણવીર પોતાના સ્ટાઇલિશ કપડાંને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. રણવીરને પૂછવામાં આવ્યુ કે, તેની સ્ટાઇલ અને નવા-નવા અવતાર વિશે દીપિકા શું કહે છે ત્યારે રણવીરે કહ્યુ કે, ”દીપિકા મારી સ્ટાઇલથી ટેવાઇ ગઇ છે. દીપિકાની એક જ ફરિયાદ છે તે મને કહે છે કે હું દર 6 મહિને નવો વ્યકિત જવું છુ.”

જણાવી દઈએ કે, દીપિકા-રણવીરના લગ્ન 2018ના નવેમ્બરમાં ઈટાલીમાં થયા. લગ્નમાં માત્ર નજીકના જ લોકો શામેલ થયા હતા. ભારત આવીને આ કપલે 3 રિસેપ્શન આપ્યા હતા જેમાંથી  એક બેંગ્લોર અને બાકીના બંને મુંબઇ ખાતે યોજાયા હતા.

વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો 14 ફેબ્રુઆરીએ રણવીરની આલિયા સાથે ફિલ્મ ‘ગલી બૉય’ રિલીઝ થઇ રહી છે. તો દીપિકા ફિલ્મ ‘છપાક’ માટે તૈયારી કરી રહી છે, આ ફિલ્મ એસિડ એટેક વિક્ટમની લાઇફ પર આધારિત છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments