Tuesday, October 26, 2021
Home"પત્ની-દિકરી જો સાથે હોય તો હાર્દિક-રાહુલ સાથે ક્યારેય સફર ન કરું"
Array

“પત્ની-દિકરી જો સાથે હોય તો હાર્દિક-રાહુલ સાથે ક્યારેય સફર ન કરું”

ટીવી શો ‘કોફી વિથ કરણ’ દરમિયાન મહિલાઓ પર  અશ્લીલ ટિપ્પણી માટે ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને બેટ્સમેન કે.એલ.રાહુલને BCCIએ હાલમાં સસ્પેન્ડ કરી દીધા છે. આ વિવાદ પછી દરેક જગ્યાએ આ બંને ખિલાડીઓની આલોચના થઇ રહી છે. આ મામલામાં હરભજન સિંહે પોતાની પ્રતિક્રિયા આપી છે. ભજ્જીએ બંને ખિલાડીઓની ટિપ્પણીને શર્મજનક કહી છે.

દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે એક ટીવીના કાર્યક્રમ દરમિયાન હાર્દિક પંડ્યા અને કે.એ.રાહુલ માટે કહ્યુ કે, ”આ વિવાદ પછી જો ક્યારેય પણ ટીમ બસમાં મારી પોતાની દિકરી અને વાઇફની સાથે જવાનુ થશે અને હાર્દિક-રાહુલ હશે તો હું તે બસમાં સફર નહી કરુ. તમે મહિલાઓને માત્ર એક રીતે જુઓ છો જે યોગ્ય નથી.”

હરભજન સિંહ તેમ પણ કહ્યુ કે, મહિલાઓને લઇને કરવામાં આવેલી આપત્તિજનક ટિપ્પણીઓ માટે હાર્દિક પંડ્યા અને કે.એલ.રાહુલે ક્રિકેટરોની ઓળખ દાવ પર લગાવી દીધી છે. અમે અહીંયા સુધી કે અમારા મિત્રોની સાથે આ પ્રકારની વાત નથી કરતા અને આ તો સાર્વજનિક રીતે ટેલિવિઝન પર આ પ્રકારની વાતો કરીને આવ્યા. હવે લોકો વિચારતા હશે કે શું હરભજન સિંહ આવો જ હશે, શું અનિલ કુંબલે પણ આવો જ હતો અને શું સચિન તેંડુલકર પણ?

પંડ્યાએ ‘કોફી વિથ કરણ’ દરમિયાન મહિલાઓની સાથે સંબંધ હોવાનો દાવો કર્યો અને જણાવ્યુ કે, આ મામલામાં તે પોતાના પરિવારની સાથે ખુલીને વાત કરે છે. રાહુલ પોતાના સંબંધોના વિશેના જવાબને લઇને સંયમિત રહ્યો. હરભજને કહ્યુ કે, ”પંડ્યા ક્યારથી ટીમમાં છે કે તે આ ટીમની સંસ્કૃતિને લઇને આ પ્રકારની વાત કરી રહ્યો છે.”

હરભજન સિંહને જ્યારે તેમના સસ્પેન્શનને લઇને પૂછવામાં આવ્યુ ત્યારે કહ્યુ કે, ”મેં લાગે છે કે આવું જ થવું જોઇએ. BCCIએ યોગ્ય કામ કર્યુ છે અને આ જ આગળ વધવાની રીત છે. આવી જ આશા હતી અને મને જરાય હૈરાની નથી થઇ.”

કરણ જોહર પોતાના શોમાં ખેલાડીઓને તેમના અંગત જીવન પર કેટલાક સવાલો કર્યા હતા. આ દરમિયાના હાર્દિક પંડ્યાએ પોતાના રિલશનશિપ, ડેટિંગ અને મહિલાઓ વિશે જવાબ આપીને ફેન્સને ચોંકાવી દીધા હતા. પંડ્યાએ જણાવ્યુ કે, ”જ્યારે મેં પહેલી વખત મારી વર્જિનિટી ગુમાવી ત્યારે મેં મારા ઘરે મારા પેરેન્ટ્સ ઓપન માઇન્ડેડ છે તો મેં ઘરે જઇને કહ્યુ કે આજે તો હું કરીને આવ્યો છું.”

આ સિવાય પંડ્યાએ એક કિસ્સો યાદ કરતા કહ્યુ કે, ”એક વખત તે તેના માતા-પિતા સાથે પાર્ટીમાં ગયો હતો અને જ્યારે માતા-પિતાએ જણાવ્યુ કે કઇ મહિલાને તે જોઇ રહ્યો છે? તો તેણે કહ્યુ અહીંયા આવેલી તમામ મહિલાઓને જાણું છું.”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments