પત્ની સાથેના મતભેદોની ચર્ચા વચ્ચે ઈમરાન ખાન જોવા મળ્યો, ચાહકોએ તબિયતની ચિંતા કરી

0
11

મુંબઈઃ બોલિવૂડ એક્ટર ઈમરાન ખાન અંગત જીવનને કારણે ચર્ચામાં છે. ઈમરાન તથા તેની પત્ની અવંતિકા વચ્ચે મતભેદ થયા છે અને તેને કારણે અવંતિકા અલગ પોતાના પેરેન્ટ્સ સાથે રહે છે. આટલું જ નહીં અવંતિકાએ પોતાની સરનેમ પાછળથી ખાન પણ હટાવી લીધું છે. અવંતિકાની માતાએ મતભેદ હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો પરંતુ ડિવોર્સ લેવાની વાતનો ઈનકાર કર્યો હતો. ગયા અઠવાડિયે અવંતિકા દીકરી ઈમારા સાથે ફિટનેસ સેશનમાં ભાગ લેતી જોવા મળી હતી. તો હવે ઈમરાન ખાન જીમની બહાર જોવા મળ્યો હતો. લાંબા સમય બાદ જોવા મળેલો ઈમરાન ઘણો જ અલગ લાગતો હતો. પહેલાં કરતાં તે દુબળો દેખાતો હતો. તેને આ હાલમાં જોઈને સોશિયલ મીડિયા યુઝર્સે તેની ચિંતા કરી છે.

સોશિયલ મીડિયામાં આ કમેન્ટ્સ આવી
એક યુઝરે કમેન્ટ કરી હતી, આશા છે કે ઈમરાન ઠીક હશે. તે પહેલાં કરતાં ઘણો જ અલગ લાગે છે. અન્ય એક યુઝરે કહ્યું હતું, ઈમરાને ઘણું જ વજન ઉતારી નાખ્યું છે. આશા છે કે તેના જીવનમાં બધું ઠીક હશે. તો અન્ય એકે કહ્યું હતું, ઈમરાનને લાંબા સમય બાદ જોઈને સારું લાગ્યું. તેનું વજન ઘણું જ ઘટી ગયું છે અને ઓળખી શકાય તેમ નથી. તેની ફિલ્મ્સ પસંદ છે અને તેને સિલ્વર સ્ક્રીન પર મિસ કરું છું. અન્ય એકે કમેન્ટ કરી હતી, પત્ની સાથેના મતભેદોને કારણે ઈમરાન સ્ટ્રેસમાં હોય તેમ લાગે છે અને તેથી જ તેનું વજન ઘટી ગયું છે.

બોલિવૂડમાં 2015 બાદથી નથી જોવા મળ્યો
ઈમરાન ખાન 2015માં ‘કટ્ટ બટ્ટી’માં કંગના રનૌત સાથે જોવા મળ્યો હતો. ત્યારબાદથી એક પણ ફિલ્મમાં જોવા મળ્યો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here