પત્રકારના હત્યા કેસમાં રામ રહિમ સહિત 4 દોષી જાહેર, 17 જાન્યુ.એ સજાનું એલાન

0
41

 • CN24NEWS-11/01/2019
 • ચંદીગઢ: સિરસાના પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા મામલે પંચકૂલાની વિશેષ સીબીઆઈ કોર્ટે ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીતસિંહ રામ રહીમ સહિત 4ને દોષી જાહેર કર્યો છે. સજાનું એલાન 17 જાન્યુઆરીએ કરવામાં આવશે. રોહતકની સુનારિયા જેલમાં બંધ ડેરા પ્રમુખ ગુરમીતસિંહને વીડિયો કોન્ફરન્સથી હાજર કરાયો હતો. આ ચુકાદાને ધ્યાનમાં રાખીને ડેરા સચ્ચા સૌદા, સુનારિયા જેલ અને વિશેષ અદાલતની બહારે સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ પંજાબ અને હરિયાણા પોલીસને પણ એલર્ટ રાખવામાં આવી હતી. આ કેસમાં પણ જજ જ ચુકાદો સંભળાવ્યો. આ જજે જ સાધ્વી યૌન શોષણ કેસમાં રામ રહીમને સજા સંભળાવી હતી.
 • રામચંદ્ર દ્વારા જ યૌન શોષણનો કેસ સામે આવ્યો હતો
  1.સાધ્વી યૌન શોષણ કેસમાં બે લેટર લખવામાં આવ્યા હતા. તેના આધારે જ રામચંદ્ર છત્રપતિએ તેમના ન્યૂઝપેપરમાં આ ન્યૂઝ પ્રકાશિત કર્યા હતા. આરોપ છે કે, છત્રપતિ પર પહેલાં દબાણ કરવામાં આવ્યું હતું. જ્યારે તેઓ આરોપીઓની ધમકી આગળ ન ઝૂક્યા તો 24 ઓક્ટોબર 2002ના રોજ તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો અને 21 નવેમ્બર 2002ના રોજ દિલ્હીની અપોલો હોસ્પિટલમાં તેમનું મોત થયું હતું.
 • આ રીતે કરવામાં આવી હત્યા
  2.આરોપ છે કે બાઈક પર આવેલા કુલદીપે ગોળી મારીને રામચંદ્રની હત્યા કરી હતી. તેની સાથે નિર્મલ પણ હતો. જે રિવોલ્વરથી રામચંદ્ર પર ગોળી ચલાવવામાં આવી હતી તેનું લાઈસન્સ ડેરા સચ્ચા સોદાના મેનેજર કૃષ્ણ લાલના નામ પર હતું. ગુરમીત રામ રહીમ પર હત્યાનું કાવતરુ ઘડવાનો આરોપ છે. રામ રહીમ હાલ બે સાધ્વીઓના યૌન શોષણ કેસમાં 20 વર્ષની સજામાં જેલમાં છે.
 • સિરસા રોહતકમાં સુરક્ષા વધારાઈ, ડેરાના બધા કાર્યક્રમો રદ
  3.સુનાવણીને ધ્યાનમાં રાખીને હરિયાણા પોલીસે રોહતકની સુનારિયા જેલ અને સિરસા શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. સિરસામાં હરિયાણા પોલીસની 12 કંપનીઓ ડેરા સચ્ચા સોદાથી સિરસા શહેર સુધી તહેનાત કરવામાં આવી છે. તે ઉપરાંત 10 ડીએસપી, 12 ઈન્સપેક્ટરને પણ ડ્યૂટી પર રાખવામાં આવ્યા છે. ડેરા સચ્ચા સોદાને 14 પોલીસ નાકેથી ઘેરવામાં આવ્યું છે. ડેરાની દરેક પ્રવૃતિઓ આજે બંધ રાખવામાં આવી છે. તેમને આદેશ આપવામાં આવ્યો છે કે, ડેરાની વિડિયોગ્રાફી કરવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here