Saturday, October 23, 2021
Homeપત્રકારની હત્યામાં ગુરમીત રામ રહીમને કોર્ટે ફટકારી આજીવન કેદ, પંચકુલામાં લોખંડી બંદોબસ્ત
Array

પત્રકારની હત્યામાં ગુરમીત રામ રહીમને કોર્ટે ફટકારી આજીવન કેદ, પંચકુલામાં લોખંડી બંદોબસ્ત

પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યાકેસમાં દોષિત જાહેર થયેલા ગુરમીત રામ રહીમની મુશ્કેલી વધી છે..અને સીબીઆઈની કોર્ટે રામ રહીમને આજીવન કેદની સજા ફટકારી છે. રામ રહીમ સિવાય અન્ય ત્રણને આજીવન કેદ અને 50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. પંચકૂલામાં સીબીઆઇની ખાસ અદાલત વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી ગુરમીત રામ રહીમની સજાનું એલાન કર્યુ છે.

ગુરમીત રામ રહીમ હાલ રોહતકની સુનારિયા જેલમાં બંધ છે. અને સજાને એલાનને લઈને જેલ બહાર પણ સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. હરિયાણા સરકારે સીબીઆઇની ખાસ અદાલતમાં અરજી દાખલ કરી દોષિતોને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રજૂ કરવાની માંગણી કરી હતી.

સરકાર તરફથી કોર્ટમાં દલીલો કરવામાં આવી હતી કે સાધ્વી યૌન શોષણ કેસમાં રામ રહીમને જ્યારે કોર્ટમાં લાવવામાં આવ્યો હતો ત્યારે તેમના સમર્થકોએ ભારે તોફાન મચાવ્યું હતું. આથી રામ રહીમ સહિતના આરોપીઓને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રજૂ કરવામાં આવે તેવી માંગ થઈ હતી. કોર્ટે 11 જાન્યુઆરીના રોજ પત્રકાર હત્યાકેસમાં રામ રહીમ સહિત પૂર્વ ડેરા સંચાલક કૃષ્ણ લાલ. નિર્મલ સિંહ અને કુલદીપ સિંહને દોષિત જાહેર કર્યા હતા.

2002માં પત્રકાર રામચંદ્ર છત્રપતિની ગોળીમારીને હત્યા કરી દેવામાં આવી હતી. છત્રપતિએ ડેરામાં થઈ રહેલી અનૈતિક પ્રવૃતિના સમાચાર છાપ્યા હતા. જે બાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી. બાઈક પર આવેલા કુલદીપ અને નિર્મલે છત્રપતિને ગોળી મારી હતી. પત્રકારના પરિવારે આ મામલે ફરિયાદ પણ નોંધાવી હતી. 2003માં આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. 2007માં સીબીઆઈએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જેમા રામ રહીમ પર હત્યાનું કાવતરૂ ઘડવાનો આરોપી ગણવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments