પત્રકારો પર દમનના પડઘા, 3 પોલીસકર્મીઓને કરાયા સસ્પેન્ડ

0
44

રવિવારે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરની ચૂંટણી પૂર્ણ થતાં જ દેવપક્ષ અને આચાર્યપક્ષના હરિભક્તો વચ્ચે બબાલ સર્જાઈ હતી. આ પરિસ્થિતીને થાળે પાડવા માટે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ આવામાં ઘટનાનું કવરેજ કરી રહેલાં મીડિયા પર અચાનક પોલીસે દાદાગીરી કરવાનું શરૂ કરી દીધું અને મીડિયાના કેમેરામેન પત્રકારો પર લાઠીનો વરસાદ વરસાવ્યો હતો.

આ મામલે ભારે આક્રોશ પછી પોલીસતંત્ર એકશનમાં આવ્યું હતું. એક પીએસઆઈ સહિત ત્રણ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ સસ્પેન્ડ કરવા આદેશ આપ્યો હતો. સસ્પેન્ડ થયેલાં પોલીસકર્મીમાં એ ડિવિઝનના ડી સ્ટાફના PSI ગોસાઈનો પણ સમાવેશ થાય છે.

શું બની હતી ઘટના
જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરની ચૂંટણી પૂર્ણ તો થઈ પણ દેવપક્ષ અને આચાર્યપક્ષના હરિભક્તો વચ્ચે બબાલ સર્જાઈ. દેવપક્ષ અને આચાર્યપક્ષના લોકોએ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કર્યાં. દેવપક્ષના સ્વામીએ નિવેદન આપ્યું ત્યારે આ બબાલ સર્જાઈ છે. દેવપક્ષના ભક્તિપ્રસાદ સ્વામિએ મંદિર ચૂંટણીપંચ પર કર્યા આક્ષેપ કર્યા હતા.

જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરની ચૂંટણી પૂર્ણ થતાં જ દેવપક્ષ અને આચાર્યપક્ષના હરિભક્તો વચ્ચે બબાલ સર્જાઈ હતી. આ પરિસ્થિતીને થાળે પાડવા માટે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

પરંતુ આવામાં ઘટનાનું કવરેજ કરી રહેલાં મીડિયા પર અચાનક પોલીસે દાદાગીરી કરવાનું શરૂ કરી દીધું અને લાઠીચાર્જ કરવા લાગી. સ્વામી પરના હુમલાને રોકવામાં નિષ્ફળ ગયેલી પોલીસે પોતાનો ગુસ્સો મીડિયા પર ઠાલવ્યો અને મીડિયાના કેમેરામેન સાથે ઝપાઝપી થઇ હતી.

રાજકોટમાં પત્રકારોનો વિરોધ

જૂનાગઢમાં પોલીસ દ્વારા પત્રકાર પર હુમલાના મામલે હવે રાજ્યભરમાં વિરોધ થઇ રહ્યો છે. ત્યારે આજે રાજકોટમાં પણ પોલીસનો વિરોધ કરવામાં આવ્યો. રાજકોટમાં ઉમિયા ચોક ખાતે લોકોએ કાળી પટ્ટી બતાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગતરોજ જૂનાગઢમાં પોલીસે ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકાર પર લાઠીચાર્જ કર્યો હતો. જેને લઇ રાજ્યભરમાં હવે વિરોધ કરવામાં આવી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here