Wednesday, September 22, 2021
Homeપરષોત્તમ સાબરીયાને ટિકિટ આપવાની વાત સામે આવતા હળવદ ધ્રાંગધ્રાના BJP કાયૅકરોમાં નારાજગી,ભડકા...
Array

પરષોત્તમ સાબરીયાને ટિકિટ આપવાની વાત સામે આવતા હળવદ ધ્રાંગધ્રાના BJP કાયૅકરોમાં નારાજગી,ભડકા ના એધાંણ

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા પરષોત્તમ સાબરીયા ધ્રાંગધ્રાથી ટિકિટ આપવામાં આવશે.તેવી વાત સામે આવતા કાર્યકરોમાં જબરો વિરોધ જોવા મળ્યો છે.
પરષોત્તમ સાબરીયાને લઇને હવે ભાજપના નેતાઓમાં નારાજગીનો સુર ઉઠ્યો છે. આ બાબતે સ્થાનિક ભાજપના આગેવાનોએ નારાજગી વ્યક્ત કરતા આ બાબતે પ્રદેશ નેતૃત્વમાં પણ રજૂઆત કરીયા નુ જાણવા મળે છે નારાજગીનું એક જ કારણ છે કે, 2017માં જે પક્ષના લોકો આમને-સામને હતા તે જ લોકોને ટિકિટ મળી રહી છે.
ચૂંટણીમાં ભાજપના નેતાઓની સૌથી વધારે નારાજગી આવી શકે તેવી બેઠક હળવદ ધ્રાંગધ્રા છે. કારણ કે, એક સમયે પરષોત્તમ સાબરીયાને નાનીસિચાંઈ કોભાંડ માં આરોપી સાબિત કરવાની ભૂમિકા ભાજપ દ્વારા ઉઠાવવામાં આવી હતી. પરષોત્તમ સાબરીયા જે સમયે કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે તેમણે નાની સિંચાઈ યોજના અંતર્ગત કૌભાંડ કર્યું હતુ અને વિધાનસભામાં પ્રશ્ન ન પૂછવા બાબતે લાંચ લીધી હતી. આ આરોપોના કારણે તેમને જેલ થઇ હતી અને અત્યારે તેઓ જામીન પર છે. ત્યારે તેમનું રાજીનામું લેવડાવી લેવામાં આવ્યું હતુ અને ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા હતા અને ભાજપ દ્વારા તેમને ટિકિટનું વચન પણ આપી દેવામાં આવ્યું છે. આ બાબતે હવે હળવદ ધાગ્રાધાં ના ભાજપના કાર્યકર્તાઓમાં રોષ છે કે, એક સમયે તેમણે જ આ લાંચિયા ધારાસભ્યને જેલ કરાવી હતી, અને તેજ હવે આ ધારસભ્યની ઉમેદવારી કરેતો કઈ રીતે મત માંગવા જવુ તેવો સણસણતો પ્રશ્રન કાયૅરકરો ચરચૉય રહયો છે.

રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments