પરાજય બાદ કોંગ્રેસમાં નવો દોર, જાણો અત્યાર સુધીમાં કેટલાં નેતાઓએ મોકલ્યાં રાજીનામાં

0
31

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનાં આકરા પરાજય બાદથી પાર્ટીમાં મંથનનો દોર શરૂ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ખુદ પણ રાજીનામાની રજૂઆત કરી ચૂકેલ છે. અસમ, ઝારખંડ, પંજાબ સહિત અનેક અન્ય પ્રદેશોનાં 13 નેતાઓએ પાર્ટીનાં નિરાશાજનક પ્રદર્શન બાદ પોતાનું રાજીનામુ રાહુલ ગાંધીને મોકલી દીધું છે.

ન્યૂ દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના આકરા પરાજય બાદ કોંગ્રેસમાં એક બાદ એક રાજીનામાની રજૂઆતનો દોર ચાલી રહ્યો છે. પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીનામાની રજૂઆત કરી અને હવે રાજ્ય પ્રદેશ પ્રભારી રાજીનામાની ઓફર કરી રહેલ છે. આલમ એ છે કે અસમથી લઇને પંજાબ અને મધ્યપ્રદેશથી લઇને રાજસ્થાન સુધીનાં દિગ્ગજ નેતાનાં પદથી રાજીનામાની વાત કરી ચૂકેલ છે.

અત્યાર સુધી વિભિન્ન પ્રદેશોનાં 13 વરિષ્ઠ નેતાઓએ પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ પાસે મોકલી દીધેલ છે. બીજી બાજુ રાહુલને લઇને જુદા-જુદા પ્રકારની અટકળો ચાલી રહી છે. જો કે, રાહુલનાં રાજીનામાની રજૂઆત બાદ કોંગ્રેસ પાર્ટીએ હાલમાં મૌન ધારણ કર્યુ છે. પરંતુ કેટલાંક રિપોર્ટ્સ અનુસાર, રાહુલ હજી પણ પોતાનાં રાજીનામા પર અટકેલ છે. સમાચારો તો એટલે સુધી છે કે રાહુલે કોંગ્રેસને બે વરિષ્ઠ નેતાઓ સાથે મળાવીને પોતાનું રિપ્લેસમેંટ શોધવા સુધીનું કહી દીધું છે.

અત્યાર સુધીમાં 13 મોટા નેતાઓનાં રાજીનામાની રજૂઆતઃ
કોંગ્રેસ અધ્યક્ષનાં રસ્તા પર ચાલતા અત્યાર સુધી 13 મોટા નેતાઓએ રાજીનામાની રજૂઆત કરી છે. મહારાષ્ટ્રમાં પ્રભારી અશોક ચવ્હાણે લોકસભા ચૂંટણીનાં પરિણામોનાં આગલા જ દિવસે રાજીનામું દેવાની વાત કરી હતી. પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ સુનીલ જાખડ, ઝારખંડ કોંગ્રેસ ચીફ અજયકુમાર અને અસમ કોંગ્રેસ અધ્યક્ષ રિપુન બોરાએ સોમવારનાં રોજ પોતાનાં રાજીનામા કોંગ્રેસ અધ્યક્ષને મોકલ્યા છે. જાખડને ગુરુદાસપુર ઉપચૂંટણીમાં જીત મળી હતી પરંતુ આ વખતે તેઓ સની દેઓલ સામે હારી ગયા.

આ પહેલા રાજ બબ્બર અને કમલનાથે પણ નૈતિક જવાબદારી કહેતા રાજીનામું આપવાની વાત કરી હતી. ઝારખંડ કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર અને અસમ કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ રિપુન બોરાએ પણ નિરાશાજનક પ્રદર્શન બાદ પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષને મોકલ્યુ છે. તે સિવાય અનેક અન્ય ક્ષેત્રોથી પણ પાર્ટીનાં વિભિન્ન પદોથી કોંગ્રેસ નેતાઓએ નિરાશાજનક પ્રદર્શનને કાણ રાજીનામા આપ્યા છે. યૂપી કોંગ્રેસ ચીફ રાજ બબ્બર, ઓડિશા કોંગ્રેસ અધ્યક્ષ નિરંજન પટનાયક અને મહારાષ્ટ્ર કોંગ્રેસ ચીફ અશોક ચવ્હાણ પણ રાજીનામાની રજૂઆત કરી ચૂકેલ છે.

કોંગ્રેસમાં મંથનનો દોર શરૂ, અનેક વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાતઃ
કરારી શિકસ્ત બાદ કોંગ્રેસ પાર્ટીને માટે આ અસ્તિત્વની લડાઇ છે. એવાં સમયમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે પાર્ટીનાં અનેક નેતાઓએ મુલાકાત કરી છે. આજે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા કે સી વેણુગોપાલ અને અહમદ પટેલે રાહુલ સાથે મુલાકાત કરી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોંગ્રેસ અધ્યક્ષ જલ્દી રાજસ્થાનનાં સીએમ અશોક ગેહલોત સાથે પણ મુલાકાત કરી શકે છે. વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ પણ કોંગ્રેસને પ્રદેશથી એક પણ સીટ નહીં મળી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here