પરિણામ પહેલાં જ માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિએ મોદીને અભિનંદન પાઠવ્યાં

0
18

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. 23 મેનાં રોજ પરિણામ જાહેર થવાના છે, પરંતુ આ પહેલાં જ માલદીવથી વડાપ્રધાન મોદીને અભિનંદનનો સંદેશ આવી ગયો છે. આ સંદેશ માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે આપ્યો છે. જેમાં તેઓએ માલદીવ અને NDA સરકાર વચ્ચેના નજીકના સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો છે.

રવિવારે આવેલા એક્ઝિટ પોલમાં NDAને બહુમતી મળી છે. જેને જોતાં નશીદે ટ્વીટ કર્યુ કે, “ચૂંટણી પૂર્ણ થતાંની સાથે જ નરેન્દ્ર મોદી અને ભાજપને અભિનંદન આપુ છું. હું આશા રાખું છું કે માલદીવના લોકો અને અહીંની સરકાર સાથે મોદી અને NDA સરકાર વચ્ચેના સંબંધો વધુ ગાઢ અને ઘનિષ્ઠ બનશે.”

સોલિહના શપથ સમારંભમાં મોદી પહોંચ્યા હતાઃ નવેમ્બર 2018માં માલદીવના નવા રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહનો શપથ સમારંભ થયો હતો. જેમાં નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યાં હતા. સોલિહએ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં અબ્દુલ્લા યામીનને હરાવ્યાં હતા. ડિસેમ્બર, 2018માં રાષ્ટ્રપતિ સોલિહ ભારતની મુલાકાતે આવ્યાં હતા. આ દરમિયાન ભારત સરકારે માલદીવને 97.43 અબજ રૂપિયાની સહાય પણ જાહેર કરી હતી.

ભાસ્કરના સર્વેમાં NDAને 275 સીટ મળી શકે છેઃ લોકસભા ચૂંટણીના 7 તબક્કા પૂર્ણ થઈ ગયા છે. કુલ 542 સીટ પર મતદાન થયું. ચૂંટણી પરિણામ 23 માર્ચે જાહેર થશે. દિવ્ય ભાસ્કરના સર્વે મુજબ ચૂંટણી પરિણામમાં NDAને 537માંથી 275 સીટ મળી શકે છે. UPAને 135 સીટ મળવાની શક્યતા છે. જ્યારે અન્ય પક્ષને 127 સીટ મળી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here