Sunday, October 24, 2021
Homeપરેશ ધાનાણીનું 'આશા'સ્પદ ટ્વિટ,‘રણચંડીના રૂપ સમાન ‘આશાપુરા’, ઉપર મને હજુય આશા’
Array

પરેશ ધાનાણીનું ‘આશા’સ્પદ ટ્વિટ,‘રણચંડીના રૂપ સમાન ‘આશાપુરા’, ઉપર મને હજુય આશા’

અમદાવાદ: લોકસભા 2019 ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના ડૉ.આશાબેન પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા કોંગ્રેસને આંચકો લાગ્યો છે. ઉત્તર ગુજરાતના પાટીદારોમાં વર્ચસ્વ ધરાવતા આશાબેન પટેલ હવે ભાજપમાં જોડાવા જઈ રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. આશાબેનનું રાજીનામું આપવાનું કારણ સ્થાનિક સ્તરે પક્ષમાં જૂથવાદ અને અસંતોષ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ અંગે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ એક ‘આશા’સ્પદ ટ્વિટ કરી છે, જેમાં કહ્યું છે કે અમને વિશ્વાસ છે કે આશાબેન પરત ફરશે.

“”સ્વાથૅ જીતશે કે સ્વાભિમાન””

રણચંડીના રૂપ સમાન “આશાપુરા”
ઉપર મને હજુય આશા છે..,
જનાદેશનો ઉલાળિયો કરીને નવરા
થઇ ગયેલાં નેતાઓની નાતમાં વધુ
એકનો ઉમેરો કરવાની ભાજપાની
આશા ઠગારી નિવડે એવી અપેક્ષા.!

જય જય ગરવી ગુજરાત.

— Paresh Dhanani (@paresh_dhanani) February 2, 2019

આશાબેન પટેલ પહેલાં મહેસાણાના સાંસદ રહી ચૂકેલા જીવાભાઇ પટેલ પણ સ્થાનિક સ્તરે પક્ષમાં જૂથવાદ અને અસંતોષના કારણે પક્ષ છોડી ચૂક્યા છે.તો  બીજી બાજુ, આશાબેને કોંગ્રેસેને બાય બાય કર્યા બાદ હવે ભાજપમાં જોડાશે તેવી અટકળો તેજ બની છે. ભાજપે 2019ની લોકસભા ચૂંટણીમાં મહેસાણા અને પાટણ જિલ્લામાં પાટીદાર આંદોલનના કારણે ઊભા થયેલા સામા પૂર સ્થિતિને ખાળવા માટે આશાબેનમાં નવી આશા દેખાઇ રહી હોવાની ચર્ચા છે. જોકે, આશાબેને ભાજપમાં જોડાવવાની કોઇ જ જાહેરાત કરી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments