Saturday, September 18, 2021
Homeપર્ફોર્મન્સ : રિયલ એસ્ટેટ સેક્ટરમાં ફાળવાયેલી લોનમાં ડિફોલ્ટ થવાની આશંકા
Array

પર્ફોર્મન્સ : રિયલ એસ્ટેટ સેક્ટરમાં ફાળવાયેલી લોનમાં ડિફોલ્ટ થવાની આશંકા

કોવિડ-19ની બીજી લહેરમાં ભારતના રિયલ એસ્ટેટ સેક્ટરમાં ફાળવાયેલી લોનમાં ખાસ કરીને ડિફોલ્ટ થવાની આશંકા વ્યક્ત થઈ રહી હતી. પરંતુ રિયલ એસ્ટેટ સેક્ટર ખાસ કરીને રેસિડેન્શિયલ સેક્ટરે અંદાજ કરતાં સારા પર્ફોર્મન્સ આપ્યા છે.

પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એનારોક કેપિટલના રિપોર્ટ અનુસાર, ભારતીય રિયલ એસ્ટેટને બેન્કો, એનબીએફસી, એચએફસી સહિત ધિરાણદારો પાસેથી મળેલી આશરે રૂ. 7.45 લાખ કરોડની લોનમાંથી 67 ટકા લોન સુરક્ષિત છે. દેશની બેન્કોએ આશરે 75 ટકા લોન ગ્રેડ એના ડેવલપર્સને આપી છે. જે સંપૂર્ણપણે સુરક્ષિત છે. જ્યારે બી અને સી ગ્રેડના ડેવલપર્સને ફાળવાયેલી લોનનું મોનિટરિંગ કરવાની જરૂર છે. બેડ લોન મામલે પુણે અને એનસીઆર 40 ટકા અને 39 ટકા સાથે યાદીમાં ટોચ પર છે.

જ્યારે 37 ટકા સાથે મુંબઈ ત્રીજા ક્રમે, બેંગ્લુરૂમાં કુલ લોનનો 15 ટકા હિસ્સો ફાળવવામાં આવ્યા છે. જેમાંથી 76 ટકા લોન સુરક્ષિત છે. દેશના રિયલ એસ્ટેટ સેક્ટરમાં 99 ટકા ડિફોલ્ટ રહેવાની બેડ લોનનું પ્રમાણ 18 ટકા છે. જે ટેલિકોમ અને સ્ટીલ જેવા અન્ય સેક્ટર સામે ઓછી છે.

એનારોકના કેપિટલ અને એમડી, સીઈઓ શોભિત અગ્રવાલે જણાવ્યુ હતુ કે, રિયલ એસ્ટેટમાં સેન્ટિમેન્ટ મોટુ પરિબળ છે. ડેવલપર પર લોનનો બોજો ઘટવાથી ખરીદદારનો આત્મવિશ્વાસ વધે છે. તદુપરાંત ડેવલપરની માર્કેટમાં કાર્યક્ષમતા વધે છે. મકાન ખરીદવા માટે વધુ વિકલ્પ પણ મળે છે.

રિયલ એસ્ટટ લોન પર 1.5થી 2ગણી સિક્યુરિટી, એનપીએ પર કોઈ અસર નહીં : કોવિડ-19ની બીજી લહેરની રિયલ એસ્ટેટ સેક્ટર પર ગંભીર અસર થઈ છે. જેનાથી બેડલોન વધવાની શક્યતા હતી. પરંતુ પરિસ્થિતિ તેનાથી વિપરિત રહી છે. ખાસ કરીને રેસિડેન્શિયલ સેગમેન્ટના અંદાજ કરતાં વધુ સારા પરિણામો જોવા મળ્યા છે. રિયલ એસ્ટેટ લોન પર 1.5થી 2 ગણી સિક્યુરિટી છે. જેનાથી લોન એનપીએ થવા પર પણ રિકવરીમાં કોઈ સમસ્યા સર્જાશે નહીં. ગ્રેડ એ: જેમાં 30 લાખ વર્ગફૂટ અને વધુ રિયલ એસ્ટેટ ડેવલોપનો છે.

ગ્રેડ બી: 10 લાખથી 30 લાખ વર્ગફૂટ સુધી રિયલ એસ્ટેટ ડેવલોપ કર્યા છે.
ગ્રેડ સી: એવા ડેવલપર કે જેઓએ 10 લાખ વર્ગફૂટથી ઓછો એરિયા ડેવલોપ કર્યો છે.

અન્ય પર નિરીક્ષણ કરવાની જરૂર
1.34 લાખ કરોડ (18 ટકા)ની લોન બેડ લોન છે. જેમાંથી મોટાભાગના બી અને સી ગ્રેડ અમારી પાસે. તેનો તુરંત ઉકેલ લાવવાની જરૂર. ગ્રેડ બીને આપવામાં આવેલી લોનનો આશરે 55 ટકા હિસ્સો, જ્યારે ગ્રેડ સીના ડેવલપરને આપવામાં આવેલો 73 ટકા હિસ્સો તણાવગ્રસ્ત લોનમાં સામેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments