Saturday, September 25, 2021
Homeપર્યાવરણ જાગૃત્તિ : 12 માસમાં વૈશ્વિક સ્તરે ઈલેક્ટ્રિક વાહનોના વેચાણો વધવાની શક્યતા
Array

પર્યાવરણ જાગૃત્તિ : 12 માસમાં વૈશ્વિક સ્તરે ઈલેક્ટ્રિક વાહનોના વેચાણો વધવાની શક્યતા

આગામી 12 માસમાં વૈશ્વિક સ્તરે ઈલેક્ટ્રિક વાહનોના વેચાણો વધવાની શક્યતા છે. જેમાંથી 90 ટકા ભારતીયો ઈલેક્ટ્રિક વાહનની ખરીદી માટે પ્રિમિયમ ચૂકવવા સક્ષમ હોવાનો દાવો કન્સલન્ટન્સી ફર્મ ઈવાયએ કર્યો છે. ઈવાય મોબિલિટી કન્ઝ્યુમર ઈન્ડેક્સમાં 40 ટકા લોકો 20 ટકા સુધી પ્રિમિયમ ચૂકવવા સક્ષમ છે. 13 દેશોના 9000થી વધુ લોકો પર હાથ ધરાયેલા સર્વેમાં 1000 ભારતીયો સામેલ હતાં.

કાર ખરીદનાર વર્ગમાં 10માંથી 3 ઈલેક્ટ્રિક અને હાઈડ્રોજન વાહન ખરીદીને પ્રાધાન્ય આપી રહ્યા છે. ભારતીયો 100થી 200 માઈલની રેન્જ આપતાં ઈ-વાહનો પસંદ કરી રહ્યા છે. જ્યારે 90 ટકા ભારતીયો ઈવી પર પ્રિમિયમ ચૂકવવા તૈયાર છે. ઈવાય ઈન્ડિયા પાર્ટનર અને ઓટોમોટિવ સેક્ટર લીડર વિનય રઘુનાથે જણાવ્યુ હતુ કે, ઈલેક્ટ્રિક અને અન્ય ટેક્નોલોજી પ્લેટફોર્મ વચ્ચે માલિકીના ખર્ચમાં તફાવત ઘટ્યો છે. પર્યાવરણ પ્રેમીઓ પણ ઈલેક્ટ્રિક વાહન માટે વધુ ખર્ચ કરવાની તૈયારી દર્શાવી છે.

કોવિડ-19 મહામારીના લીધે પર્યાવરણ પ્રત્યે જાગૃત્તિ વધી છે. 97 ટકા લોકો ઈલેક્ટ્રિક વાહન ખરીદવા પ્રેરાયા છે. જ્યારે 67 ટકા લોકો માને છે કે, ઈવીની ખરીદી સાથે તેઓ પર્યાવરણને સુરક્ષિત રાખવામાં યોગદાન આપી રહ્યા છે. જ્યારે 69 ટકા લોકો ભવિષ્યમાં ઈલેક્ટ્રિક વાહન ખરીદવાની યોજના ધરાવે છે.

ભારતમાં હાલ ઈલેક્ટ્રિક વાહનો માટે યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરવાની જરૂર છે. તેમજ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા સાથે ચાર્જિંગ સ્ટેશન લગાવાઈ રહ્યા છે. ઈલેક્ટ્રિક વાહન ખરીદનાર વ્યક્તિ એક કલાક કરતાં પણ ઓછા સમયમાં ફૂલ ચાર્જ થવાની ક્ષમતા ધરાવતુ વાહન ખરીદવા માગે છે. જેથી સમયની બચત થાય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments