Thursday, September 23, 2021
Homeપર્રિકરના દિકરાઓએ રાજકારણમાં આવવાના સંકેત આપ્યા, કહ્યું-પિતાના વારસાને જીવીત રાખશું
Array

પર્રિકરના દિકરાઓએ રાજકારણમાં આવવાના સંકેત આપ્યા, કહ્યું-પિતાના વારસાને જીવીત રાખશું

પણજીઃ ગોવાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકરના પુત્રએ રાજકારણમાં આવવાના સંકેત આપ્યા છે. પર્રિકરના બંન્ને દિકરા ઉત્પલ અને અભિજીતે શનિવારે નિવેદન આપતા કહ્યું કે, પિતાના રાજ્ય અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પણની વિરાસતને કાયમ રાખવા માટે રાજકારણમાં ઝંપલાવી શકે છે. અગાઉ ઉત્પલે કહ્યું કે, તેઓ યોગ્ય સમયે રાજકારણમાં આવવાનો નિર્ણય કરશે.

17 માર્ચના રોજ મનોહર પર્રિકરનું નિધન થયું હતું

પર્રિકરનું 17 માર્ચના રોજ નિધન થયું હતું. તેમના નિધન બાદ અનુમાન લગાવાઈ રહ્યું હતું કે તેમના પુત્રો લોકસભા ચૂંટણી અથવા પિતાની વિધાનસભાની બેઠક પરથી પેટા ચૂંટણી લડશે.

બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બેન્ઝામિન ડિસરેલીને કોટ કરતા મનોહરના પુત્રએ નિવેદનમાં કહ્યું કે, એવું માનવામાં આવે છે કે નાયકોનો વારસો મહાન નામ અને મહાન ઉદાહરણોની યાદગીરી હોય છે. પિતાના નિધનથી પરિવારમાં ખાલીપો આવી ગયો છે. જો કે, અમારી સાથે ઊભેલા લોકો, સંદેશાઓ અને પત્રોથી અમને મહેસુસ થઈ રહ્યું છે કે અમે એક મોટા પરિવારનો હિસ્સો છીએ, જેને તે તેમની પાછળ મૂકીને ગયા છે.

અમે રાજ્ય અને રાષ્ટ્ર પ્રત્યે તેમના વારસાને આગળ લઈ જવા માટે ગર્વ અનુભવીશું. મારા પિતા પ્રત્યેક દિવસ જુસ્સા અને રાષ્ટ્રના સેવા ભાવ માટે જીવ્યા છે. અંતિમ સમય સુધી તેમણે રાષ્ટ્રની સમસ્યાઓ પર કબ્જો કરી રાખ્યો હતો.

ઉત્પલ અને અભિજીતે પર્રિકરની બિમારી દરમિયાન સમર્થન માટે પીએમ મોદીનો આભાર માન્યો હતો. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી અને ત્રણેય સેનાનો આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments