પલસાણા, કામરેજ, ઓલપાડના 22 ગામોનો સુડામાં સમાવેશને લઈને ખેડૂતોનો વિરોધ

0
67

સુરતઃ સુરત શહેરી વિકાસ સત્તા મંડળના વિકાસ નકશા(સુડા) 2035ને મંગળવારે સીએમ વિજય રૂપાણી એ મંજુર કરી પ્રાથમિક જાહેરનામું મંજુર કર્યું છે. શહેરની અંદર આવેલી ઔદ્યોગિક વસાહતોને બહાર શિફ્ટીંગ કરવા જોગવાઇ કરાઇ છે. 120 મીટરના રીંગરોડની લાઇનદોરીના વિકાસ માટે ઓલપાડના 10, કામરેજના10 તથા પલસાણાના 2 મળી 22 ગામોનો સુડા હદમાં સમાવેશ કરાયો છે. જોકે, 22 ગામના ખેડૂતો દ્વારા સુડામાં સમાવેશને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે.

સુરત શહેરી વિકાસ સત્તા મંડળના વિકાસ નકશા 2035ને મંજુરી મળતા અંત્રોલીમાં બુલેટ સ્ટેશનના 1 હજાર હેક્ટરને હાઇસ્પીડ રેલ કોરિડોરમાં સામેલ કરાયો તેમાં 1.8 બેઝ એફએસઆઈથી 5.4 સુધી પેઇડ ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (એફએસઆઈ) મળશે.  કામરેજ-પલસાણાની બંને બાજુ એક એક કિમી. સુધી હાઇ ડેન્સીટી ઝોન જાહેર કરાયા છે તેથી ત્યાં ટી.પી. સ્કીમ લાગુ કરી વિકાસ સધાશે.  જેમાં ઓલપાડ, કામરેજ અને પલસાણાના 22 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.  જોકે, ત્રણેય તાલુકાના 22 ગામોના ગામજનો અને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના મતે ભૂતકાળમાં જે ગામોનો વિકાસ નકશામાં સામેલ કરવામાં આવ્યા હતા તેઓને આજ સુધી મૂળભૂત સુવિધાઓ મળી નથી. ઉપરાંત જમીન ગુમાવનાર ખેડૂતોને યોગ્ય વળતર પણ મળ્યું નથી. બીજી તરફ આ મુદ્દે અગાઉ જે હાઈકોર્ટમાં રીટ કરવામાં આવી છે તે મુદ્દે હવે ઝડપથી નિર્ણય લેવાય તે માટે ખેડૂતો આંદોલન કરી જે ગામોનો સમાવેશ કરાયો છે તે બાકાત કરવાની માંગણી કરશે.

ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે, આર્ટીકલ 234-ઝેડ-ડી અને ઝેડ-ઈમાં બંધારણીય જોગવાઈ મુજબ રૂરલ એરિયાનું ડેવલોપમેન્ટ પ્લાનિંગ ડિસ્ટ્રીક્ટ ઓશઓરિટી કરી શકે છે. પરતું જે વિકાસ નકશો જાહેર કરાયો છે તે મૂળમાંથી જ ખોટો છે. આ અંગે અગાઉ હાઈકોર્ટમાં પીટિશન દાખલ કરવામાં આવી છે જે હાલ પેન્ડીંગ છે. અટલે ખેડૂતો આ મુદ્દે લડશે અને સરકારે આ વિકાસ નકશો રદ્દ કરાવની ફરજ પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here