પલાયન થયેલા શ્રમિકોને Unlock 2.0 પહેલાં UP લેવા ગયેલા કોન્ટ્રાક્ટરને ગાળો આપી ભગાડ્યા

0
0
લૉકડાઉનના ભય હેઠળ કામદારો પરત આવવા રાજી નથી. જાણો આ ઘટના સુરતના ઉદ્યોગો માટે કેમ લાલબત્તી સમાન છે
  • લૉકડાઉનના ભય હેઠળ કામદારો પરત આવવા રાજી નથી. જાણો આ ઘટના સુરતના ઉદ્યોગો માટે કેમ લાલબત્તી સમાન છે

સુરત: કોરોના વાઇરસને લઈને લઈને લોકડાઉણ સમયે હેરાનગતિ ભોગવીને પોતાના વતન ગયેલા શ્રમિકોને લેવા માટે સુરતના મીલ માલિક સાથે કોન્ટ્રાકટર ગયા હતા જોકે સુરત માં દુર્વ્યવહાર કરનાર કોન્ટ્રક્ટરને ત્યાંથી શ્રમિકો એ ભગાડ્યા હતા. ખરાબ સ્થિતિમાં શ્રમિકોનો સાથે છોડી દીધેલા શેઠિયાઓ હવે મુસીબતનો સામનો કરી રહ્યા છે. સરકાર અનલૉક2.0ની તૈયારીઓ કરી રહી છે ત્યારે શ્રમિકોને પરત સુરત લેવા ગયેલા ઉત્તર પ્રદેશમાં સુરતના મીલ માલિક અને કોન્ટ્રાક્ટરને લપડાક પડી છે.

કામદારોને ઉત્તર પ્રદેશથી સુરત લાવવા માટે બાંદા, હમીરપુર, ચિત્રકુટ, ફતેહપુર, મહોબા, કાનપુર, ગોરખપુર, આજમગઢ સહિતના જિલ્લાઓમાં પહોંચેલા ટેક્સટાઇલ મિલના માલિકોને લેબર કોન્ટ્રાક્ટરોને કડવો અનુભવ થયો હતો. સુરતમાં કોવિડ-19 કોરોના સંક્રમણ દરમિયાન કામદારોને ભોજન સહિતની પ્રાથમિક સુવિધા નહીં આપનારા કોન્ટ્રાક્ટરોને ગંદી ગાળો આપીને ભગાડી મુકવામાં આવ્યા હતા. જ્યારે જે મિલ સંચાલકો અને લેબર કોન્ટ્રાક્ટરોએ કામદારોને ભોજન ઉપરાંત વતને જવા માટે ટ્રેનની વ્યવસ્થા કરી હતી તેવા મિલ માલિકો અને કોન્ટ્રાક્ટરોને સારો આવકાર આપવામાં આવ્યો હતો.

જોકે યુપીની યોગી આદિત્યનાથની સરકાર દ્વારા યુપીના જે કામદારોને અન્ય રાજ્યોના ઉદ્યોગકારો અને લેબર કોન્ટ્રાક્ટર ફરી લેવા આવે તો ફરજિયાત નોંધણી કરવાનો આદેશ આપવામાં આવ્યો હોવાથી સુરતથી ગયેલા મિલ માલિકો અને લેબર કોન્ટ્રાક્ટરો પાસે રજિસ્ટ્રેશનના પુરાવાઓ માંગવામાં આવ્યા હતા. ગામના સરપંચો દ્વારા કામદારોને લેવા આવેલા લોકોની જાણ જિલ્લા કલેક્ટરને કરી દેવામાં આવતા મામલાતદાર કક્ષાના અધિકારીઓ રજીસ્ટ્રેશન માટે આવી પહોંચતા હતા અને ઉદ્યોગકારોએ તમામ કાયદાકીય વિધીઓમાથી પસાર થવું પડતું હતું.

ઇન્ટુકના સુરત એકમના માજી પ્રમુખ અને ટેક્સટાઇલ કોન્ટ્રાક્ટર કામરાન ઉસ્માનીએ જણાવ્યું હતું કે ‘જે લોકોએ સુરતમાં કામદારો સાથે કોવિડ-19 દરમિયાન સારો વ્યવહાર કર્યો નહતો. તેમને કામદારોને લીધા વિના સરપંચો પરત મોકલી આપ્યા હતા. જ્યારે જેમનો વ્યવહાર સારો હતો તેમને નોંધણીનો આગ્રહ કરવામાં આવ્યો હતો. જોકે મારા ચાલીસ ટકા કામદારો એક જુલાઇથી સુરત પરત ફરશે. બાકીના કામદારો લગનસરા, ખેતી અને મનરેગાને લીધે દિવાળી પહેલા આવવા તૈયાર નથી. ટ્રેનની એ઼ડવાન્સ ટિકિટ અને એક મહિનાનું રાશન આપવાની તૈયારી છતાં કામદારો આવવા તૈયાર નથી.’

યુપીના ગામોમાં જુદા-જુદા પક્ષોના સરપંચ હોવાથી કેટલાક સરપંચ કામદારોને એવું કહીને અટકાવી રહ્યા છે કે સુરતમાં હાલ કોરોનાની સ્થિતિ વધુ ખરાબ છે. સ્થિતિ ઓછી ખરાબ હતી ત્યારે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. કામદારોને ભોજનના ફાંફાં પડ્યા હતા અને વતન પરત આવવા માટે પણ અનેક મુશ્કેલીઓ વેઠવી પડી હતી. ફરી લોકડાઇન જાહેર થશે તો મોટી મુશ્કેલી થશે. તેવા ભયે 60 ટકા કામદારો દિવાળી પહેલા આવવાનું ટાળી રહ્યા છે.

કામદારોને લેવા યુપીના જુદા-જુદા જિલ્લાઓમાં પહોંચેલા ઇન્ટુકના માજી પ્રમુખ અને ટેક્સટાઇલ લેબર કોન્ટ્રાક્ટર કામરાન ઉસ્માનીએ ફતેહપુરથી જણાવ્યુ હતું કે યુપીમાં ખેતીલાયક વરસાદ અને મનરેગામાં 204 દિવસ કામ મળતુ હોવાથી કામદારો આવવા માંગતા નથી. 60 ટકા કામદારો દિવાળી પહેલા આવવા માંગતા નથી. જ્યારે કેટલાક કામદારોએ ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં આવવાની ખાતરી આપી છે. આ સ્થિતિમાં ટેક્સટાઇલ ઉદ્યોગમાં કામદારોની અછત રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here