પશ્ચિમ બંગાળ : રેલ્વે સ્ટેશનના નામ બદલવા મામલે રાજનીતિ, મમતા અને કેન્દ્ર આમને-સામને

0
38

મુખ્યપ્રધાન મમતા બેનરજીએ સાફ જણાવી દીધું છે કે, રાજ્ય સરકારની મંજૂરી વગર સ્ટેશનોના નામ બદલી શકાશે નહીં.ઉલ્લેખનીય છે કે, ગત 20 જુલાઈએ મહાન સ્વતંત્રતા સેનાની બટુકેશ્વર દત્તની 54મી પુણ્યતિથિ પર કેન્દ્રિય ગૃહ રાજ્યપ્રધાનનિત્યાનંદ રાય પટનાના જક્કનપુર ગામમાં તેમના પરિવારને મળવા ગયા હતા. આ પ્રસંગે તેમણે બર્દ્ધમાન રેલવે સ્ટેશનનું નામ બદલીને બંગાળના મહાન ક્રાંતિકારી બટુકેશ્વર દત્તનના નામ પર રાખવાની જાહેરાત કરી હતી.કેન્દ્રમાં ભાજપની બીજી ઈનિંગ્સ શરૂ થયા બાદ પશ્ચિમ બંગાળના રેલવે સ્ટેશનોના નામ બદલીને જાણીતી હસ્તીઓના નામ પર કરવાની મુહિમે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે ચાલી રહેલા વિખવાદને વધારી દીધો છે. બર્દ્ધમાન સ્ટેશનનું નામ બટુકેશ્વર દત્ત સ્ટેશન કરવાના નિર્ણય બાદ હવે સિયાલદહ સ્ટેશનનું નામ બદલીને શ્યામાપ્રસાદ મુખરજી કરવાના પ્રસ્તાવથી બંગાળનો રાજકીય માહોલ ગરમાયો છે.ખ્યપ્રધાન મમતા બેનરજીએ સાફ જણાવી દીધું છે કે, રાજ્ય સરકારની મંજૂરી વગર સ્ટેશનોના નામ બદલી શકાશે નહીં.ઉલ્લેખનીય છે કે, ગત 20 જુલાઈએ મહાન સ્વતંત્રતા સેનાની બટુકેશ્વર દત્તની 54મી પુણ્યતિથિ પર કેન્દ્રિય ગૃહ રાજ્યપ્રધાનનિત્યાનંદ રાય પટનાના જક્કનપુર ગામમાં તેમના પરિવારને મળવા ગયા હતા. આ પ્રસંગે તેમણે બર્દ્ધમાન રેલવે સ્ટેશનનું નામ બદલીને બંગાળના મહાન ક્રાંતિકારી બટુકેશ્વર દત્તનના નામ પર રાખવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તમામ પ્રક્રિયાઓ પૂરી કરીને જલ્દીથી કેન્દ્ર સરકાર તેનો આદેશ જારી કરી દેશે

આ જાહેરાત બાદ જ બંગાળમાં રાજકારણ અને વિવાદ શરૂ થઈ ગયા હતા.મુખ્યપ્રધાન મમતા બેનરજીએ તુરંત જ મીડિયા સામે આવીને કેન્દ્ર સરકાર વિરુદ્ધ પોતાની નારાજગી અને રોષ પ્રકટ કર્યા હતા.તેમણે આરોપ લગાવ્યો હતો કે, રાજ્ય સરકારને અંધારામાં રાખીને બર્દ્ધમાન સ્ટેશનનું નામ બદલવામાં આવી રહ્યું છે, જે ગેરબંધારણીય છે.

આ મામલો હજુ થાળે પણ નથી પડ્યો ત્યાં જ હવે સિયાલદહ સ્ટેશનનું નામ બદલીને શ્યામાપ્રસાદ મુખરજી સ્ટેશન કરવાના પ્રસ્તાવની વાત સામે આવતા જ મમતાનો રોષ ફાટ્યો હતો. તેમણે ફરી આરોપ લગાવ્યો કે, રાજકીય દ્વેષના કારણે જ ભાજપ બંગાળના સ્ટેશનોના નામ બદલવાની યોજના પર કામ કરી રહ્યો છે.કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળનું નામ બદલીને બંગાળ કરવાના રાજ્ય સરકારના પ્રસ્તાવને અધ્ધરતાલ લટકાવી રાખ્યો છે અને સ્ટેશનોના નામ બદલવા માટે રાજ્ય સરકાર સાથે કોઈ પ્રકારની ચર્ચા-વિચારણા પણ કરી નથી.

બીજી તરફ પ્રવાસીઓના એક વર્ગએ પણ સ્ટેશનોના નામ બદલવાના નિર્ણયનો ઉગ્ર વિરોધ કર્યો છે. લોકોનો સવાલ છે કે, શું વિભૂતિઓ કે મહાન હસ્તીઓના નામ પર સ્ટેશનોના નામ રાખવાથી જ તેમને સન્માન મળે છે? રાજકારણમાં સ્વાર્થ સિદ્ધ કરવા માટે જ આવા ગતકડાં કરવામાં આવતા હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here